Jamnagar

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી રૂ.95 હજારનો સોનાનો ચેઇન ઝૂંટવાયો

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રાત્રે ચાલવા નીકળેલી 56 વર્ષીય જયશ્રીબેન પરમારના ગળામાંથી 95,000 રૂપિયાનો 21 ગ્રામ સોનાનો ચેઇન બે અજાણ્યા શખ્સો ઝૂંટવી ફરાર થઈ ગયા. કેપ પહેરેલા એક શખ્સે ચેઇન ઝૂંટવી, મોટરસાઇકલ પર રાહ જોતા બીજા શખ્સ સાથે નાસી છૂટ્યા. સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી રૂ.95 હજારનો સોનાનો ચેઇન ઝૂંટવાયો

Jamnagar Chain Snatching : જામનગરના ગુલાબનગર વિસ્તારમાં સોસાયટીમાં રાત્રિના સમયે ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી અજાણ્યા શખ્સે સોનાનો ચેઇન ઝૂંટવી લેતાં ચકચાર મચી છે. બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચીલઝડપ કરનાર બે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ગુલાબનગર-2, દયાનંદ કોલોની વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા જયશ્રીબેન કિશોરભાઈ પરમાર (ઉં.વ. 56) તા. 2 ઓગસ્ટની રાત્રે આશરે દસ વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતા મધુબેન સાથે જમ્યા બાદ સોસાયટીની શેરીમાં ચાલવા નીકળ્યા હતા. દરમિયાન માથામાં કેપ પહેરેલો એક અજાણ્યો શખ્સ પાછળથી ચાલતો આવ્યો હતો અને મહિલાની બાજુમાં આવી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન અચાનક ઝૂંટવી લીધો હતો.
ચેઇન ઝૂંટવી લીધા બાદ આરોપી થોડે દૂર મોટરસાઇકલ લઇને ઊભેલા અન્ય એક અજાણ્યા શખ્સની પાછળ બેસી ગયો હતો અને બંને શખ્સો મોટરસાઇકલ પર ફરાર થઇ ગયા હતા. મોટરસાઇકલની પાછળ નંબર પ્લેટ હતી કે નહીં તે ફરિયાદી જોઇ શક્યા નહોતા.
ઝૂંટવાયેલો સોનાનો ચેઇન આશરે 21 ગ્રામ વજનનો અને હાલની કિંમત આશરે રૂ.95,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મહિલાએ આ ચેઇન વર્ષ 2004માં ખરીદ્યો હોવાનું અને બિલ હાલ પોતાની પાસે ન હોવાનું જણાવ્યું છે. બનાવ અંગે મહિલાએ કોઇ ચોક્કસ શખ્સ સામે શંકા વ્યક્ત કરી નથી. સિટી બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 304(2), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.