Jamnagar

જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના દર્શન

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં શિવભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. 15મી ઓગસ્ટ નિમિત્તે શિવલિંગને કેસરી, સફેદ અને લીલા તિરંગા રંગોથી શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ 108 દીવડાની મહાઆરતીમાં જોડાઈ શિવ અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. આ અનોખી સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના દર્શન

Jamnagar Shravan Special : જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં દરરોજ ભગવાન શિવના વિવિધ શણગાર અને દર્શનની ઝાંખી કરવામાં આવે છે. તેમજ 108 દીવડાની મહાઆરતીમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની આરાધના કરે છે.
દરમિયાન, 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવના શિવલિંગને તિરંગા રંગોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરના મધ્ય ભાગમાં આવેલું શિવલિંગ ચારેય દિશાના દ્વારેથી ભક્તોને દર્શન આપી શકે તે રીતે વિશિષ્ટ શોભા ધારણ કરતું જોવા મળ્યું હતું.
તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી શિવલિંગ તથા તેની આસપાસની કરવામાં આવેલી સજાવટ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભગવાન શિવના દર્શન સાથે દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત થયેલા ભક્તોએ આ અનોખી ઝાંખીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ રીતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની શિવભક્તિ સાથે ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રભક્તિના પર્વને પણ અનોખી રીતે ઉજવીને ભક્તિ અને દેશપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો.