Jamnagar

જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે ખેતીમાં જંતુનાશક દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં ખેડૂતનું સારવાર દરમિયાન મૃત્યુ

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ખેતીકામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસરથી 32 વર્ષીય ખેડૂત પરેશભાઈ પીપરોતરનું કરૂણ મૃત્યુ થયું છે. જામજોધપુરના ડેરી આંબરડી ગામે મગફળીના પાકમાં દવા છાંટતી વખતે તેમની તબિયત લથડી હતી. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. શેઠવડાળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે ખેતીમાં જંતુનાશક દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં ખેડૂતનું સારવાર દરમિયાન મૃત્યુ

Jamnagar: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે ખેતી કામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થતાં એક ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસની માહિતી મુજબ, ડેરી આંબરડી ગામના પરેશભાઈ ડાયાભાઈ પીપરોતર (ઉ.વ. આશરે 32), વ્યવસાયે ખેડૂત, પોતાની ખેતીની જમીનમાં મગફળીના પાકમાં નીંદણનાશક/જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝેરી દવાની અસર ચડી જતાં તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ અંગે તેમના ભાઈ જગદીશભાઈ ડાયાભાઈ પીપરોતરે શેઠવડાળા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. એન. આસાણી ચલાવી રહ્યા છે.