Jamnagar

જામનગરમાં કનસુમરા પાટિયા પાસે બાઇક ચાલક યુવાનને કચડી નાખનાર ટેન્કર ચાલક સામે ગુન્હો નોંધાયો

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં પંચ 'બી' પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેન્કરની અડફેટે બાઈકચાલક મયુર મકીમ (ઉ.વ. 48)નું કરુણ મોત નીપજ્યું છે. પુરઝડપે અને બેદરકારીથી વાહન હંકારી ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઇજાઓ થતા મયુરને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કનસુમરા પાટિયા પાસે બાઇક ચાલક યુવાનને કચડી નાખનાર  ટેન્કર ચાલક સામે ગુન્હો નોંધાયો

Jamnagar: જામનગર શહેરના પંચ 'બી' પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેન્કરની અડફેટે બાઈકચાલકનું મોત નીપજતા પોલીસે ટેન્કર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી અમિત જયસુખલાલ મહેતાના સાળા મયુર બીપીનચંદ્ર મકીમ (ઉ.વ. 48) પોતાની ડિસ્કવર મોટરસાઇકલ રજી. નં.જી.જે. 10 એ.ડી. 5723 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેન્કર (રજી. નં. જી.જે. 10 ટી.વી. 6465ના ચાલકે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકારી તેમની બાઈકને સાઇડમાંથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં મયુર મકીમ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે પંચ 'બી' પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1), 125(એ), 125(બી), 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.