જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર કાદવ થતાં કાર માટીમાં ખૂંપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં પાણીની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરાયેલા સ્થળે માત્ર માટી નાખીને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે આજે થોડા વરસાદ બાદ રસ્તાની સ્થિતિ કફોડી બની હતી. ખોદકામ કરાયેલા સ્થળે માટી ભીની થતાં એક કાર તેમાં ખૂંપી જતાં વાહનચાલકને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ બનાવની જાણ થતાં જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પાણીની લાઈનના કામ બાદ ખોદવામાં આવેલા રસ્તાનું યોગ્ય રીતે રીસ્ટોરેશન કરવામાં આવતું નથી અને કોન્ટ્રાક્ટરો માટી નાખીને જતા રહે છે. જેના કારણે સામાન્ય વરસાદ પડતાં જ રસ્તા પર કાદવ અને ધોવાણની સ્થિતિ સર્જાય છે તથા વાહનો ફસાઈ જવાની સમસ્યા ઊભી થાય છે.
મહિપાલસિંહ જાડેજાએ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય રીતે સમારકામ અને લેવલિંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.




