કાલાવડ નજીક મોટા ભાડુકિયા ગામેથી ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Bogus Doctor : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા ભાડુકિયા ગામમાં પ્રવીણભાઈ હીરપરા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવે છે.
આ બાતમીના આધારે નીકાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ મોહનલાલ માવજીભાઈ ઠેસિયાની હાજરીમાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પ્રવીણભાઈ પરસોતમભાઈ હીરપરા (ઉ.વ.50, રહે. મોટા ભાડુકિયા, તા. કાલાવડ, જી. જામનગર) પાસે અલગ-અલગ કંપનીની એલોપેથી દવાઓ, મેડિકલ સાધનો અને રોકડ મળી કુલ રૂપિયા 17,986નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




