Jamnagar

સાતમ-આઠમમાં બહેનને રોકાવવાનું કહ્યું છતાં ન રોકાતાં માઠું લાગી આવતા 21 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
જોડીયા શહેરમાં 21 વર્ષીય અભયરાજસિંહ જાડેજાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. રક્ષાબંધન પર આવેલી બહેન સાતમ-આઠમ માટે રોકાયા વગર જામનગર પરત ફરતા અભયરાજસિંહ મુંઝાયેલા હતા. 1 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે તેમણે ઘરના નીચેના રૂમમાં આ પગલું ભર્યું. જોડીયા પોલીસે અકુદરતી મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાતમ-આઠમમાં બહેનને રોકાવવાનું કહ્યું છતાં ન રોકાતાં માઠું લાગી આવતા 21 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું

Jamnagar News : જોડીયા શહેરમાં પાઠશાળા પાસે વડેરા શેરીમાં રહેતા 21 વર્ષીય અભયરાજસિંહ અશોકસિંહ જાડેજાએ ઘરના નીચેના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, અભયરાજસિંહની બહેન રક્ષાબંધન માટે ઘરે આવી હતી. પરિવારજનોએ બહેનને સાતમ-આઠમના તહેવાર માટે રોકાવા કહ્યું હતું, પરંતુ તેઓ રોકાયા વગર જામનગર ખાતે પોતાના ઘરે જતા રહ્યા હતા. આ બાબતે અભયરાજસિંહ મુંઝાયેલો રહેતો હોવાનું જણાવાયું છે.
તા. 1 સપ્ટેમ્બરના સાંજના છ વાગ્યાના અરસામાં અભયરાજસિંહ ઘરના નીચેના રૂમમાં ગયો હતો અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ રૂમની છતમાં લગાવેલા લોખંડના હુક સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતાં પરિવારજનો અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. અભયરાજસિંહનો મૃતદેહ કબજે લઈ જોડીયા પોલીસે અકુદરતી મોતની નોંધ કરી છે. બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.