લાલપુરના કાનાલુસમાં રહેતા 21 વર્ષીય પરપ્રાંતીય શ્રર્મિક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં એલ.સી.8 બહાર આવેલા ટ્રાન્ઝીટ કેમ્પ નજીકના ખાલી રૂમમાં 21 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી.
મળતી વિગત મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલ કાનાલુસ સીમમાં મજૂરી કામ કરતા રિતિકકુમાર સુભાષ મંડલ (ઉં.વ. 21) તા.17 ઓગસ્ટના રોજ સવારે સવા નવ વાગ્યા પહેલાં કોઈ સમયે ટ્રાન્ઝીટ કેમ્પની બાજુમાં આવેલા ખાલી રૂમમાં ગયો હતો. દરમિયાન તેણે રૂમમાં લોખંડના એન્ગલ સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનની ટીમસ્થળ પર પહોંચી ગયા હતા. આ અંગે રાજુકુમાર ઇન્દલ પાન્ડેની જાણ પરથી મેઘપર (પડાણા) પોલીસ મથકમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.









