જામજોધપુરના ધ્રાફા ગામે 17 વર્ષીય સગીર કિશોરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે 17 વર્ષના સગીરે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ મામલે શેઠ વડાળા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
પોલીસની વિગતો મુજબ, ધ્રાફા ગામે રહેતા જતીનભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ. 17 વર્ષ 11 માસ, ધંધે મજૂરી) તા. 10 જુલાઈના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા જીવાભાઈ ભીમાભાઈ પરમારે શેઠવડાળા પોલીસને જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરુ કરી છે. હાલ પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.




