જામજોધપુર નજીક શેઠવડાળામાં મહિલાઓ સહિત 6 શખ્સો તીનપત્તીનો જુગાર રમતાં ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં વૈષ્ણવવાડી વિસ્તારમાં ખુલ્લા પટમાં જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પાંચ મહિલાઓ અને એક પુરુષ સહિત કુલ છ વ્યક્તિઓને પૈસાની હારજીત સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ મુજબ શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળતા પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં રૂપેશભાઈ રમેશભાઈ લાલકીયા પાસેથી રૂ.700, જયેશભાઈ રણછોડભાઈ પાડલીયા પાસેથી રૂ.400, કંચનબેન ઠાકરશીભાઈ લાલકીયા પાસેથી રૂ.280, રેખાબેન નવીનભાઈ વાવડીયા પાસેથી રૂ. 310, વનીતાબેન રમેશભાઈ લાલકીયા પાસેથી રૂ.250 તેમજ કીરણબેન મહેશભાઈ લાલકીયા પાસેથી રૂ.280 રોકડા મળી આવ્યા હતા. ઉપરાંત જુગાર રમાતી જગ્યાએથી રૂ.580 રોકડા અને ગંજીપત્તાના પાનાં પણ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસે કુલ રૂ.2,800 રોકડા તથા ગંજીપત્તાના ૫૨ પાનાં જપ્ત કરી તમામ સામે ગુજરાત જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુરુષ આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મહિલા આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.




