Jamnagar

જામનગર નજીક હાપા કૃષ્ણાપાર્કના ખુલ્લા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના હાપા વિસ્તારમાં કૃષ્ણાપાર્ક નજીક ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા, પંચકોશી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 6 શખ્સોને રૂ. 34,520 રોકડ અને ગંજીપત્તાના પાના સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે ગુજરાત જાહેર જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક હાપા કૃષ્ણાપાર્કના ખુલ્લા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગરના હાપા વિસ્તારમાં કૃષ્ણાપાર્ક ખાતે કમલેશભાઈ ભટ્ટીના મકાન પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચકોશી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર માટે ઉપયોગમાં લીધેલી રોકડ રકમ, ગંજીપત્તાના પાના તથા અન્ય મુદ્દામાલ કબજે કરી ગુજરાત જાહેર જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ અમુભાઈ ખીમાણીયા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા હાપા રેનબસેરા નજીક કૃષ્ણાપાર્ક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જાહેરમાં ગોળ કુંડાળું વાળી તીનપત્તી (રોન પોલીસ) નામનો જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં મિથુનભાઈ કારૂભાઈ તુવેર, રવી કારાભાઈ જાદવ, યશપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, જીગરભાઈ લક્ષ્મણભાઈ લેયા, કમલેશભાઈ મનસુખભાઈ ભટ્ટી અને સહદેવસિંહ ગુમાનસિંહ સોઢાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.34,520ની રોકડ, ગંજીપત્તાના પાના અને જુગારમાં વપરાયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.