Jamnagar
જામનગરના કાલાવડ નાકા બહાર 6 ઇંચ વરસાદમાં વૈકલ્પિક માર્ગમાં મોટી તિરાડો પડી : વાહનચાલકોની સુરક્ષાને લઈ સવાલ
By GS Team
15 Sep 20261 min read
જામનગરમાં કાલાવડ નાકા બહાર નવનિર્મિત ઓવરબ્રિજ નજીક વૈકલ્પિક માર્ગ પર ભારે વરસાદ બાદ મોટી તિરાડો પડી છે. 6 ઇંચ વરસાદથી રસ્તાનો સાઈડનો ભાગ બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ તિરાડો વાહનચાલકો માટે જોખમી બની શકે છે. તંત્ર દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી મરામત કરવાની માંગ ઉઠી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરના કાલાવડ નાકા બહાર નવનિર્મિત ઓવરબ્રિજ નજીક વાહનવ્યવહાર માટે બનાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગ પર વરસાદ બાદ મોટી અને લાંબી તિરાડો જોવા મળી છે. શહેરમાં અંદાજે છ ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ રસ્તાની સાઇડનો ભાગ બેસી ગયો હોય તેવી સ્થિતિ તસવીરોમાં જોવા મળી રહી છે.
માર્ગની ધાર પાસે અનેક સ્થળે તિરાડો પહોળી બનતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને સતત વાહનવ્યવહાર ધરાવતા આ માર્ગ પર વધુ વરસાદ પડે તો સ્થિતિ ગંભીર બની શકે છે. તંત્ર દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.