જામનગર નજીક અલિયા ગામમાં અગાસીમાંથી વિદેશી દારૂના 32 ચપટા ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરમાં પંચકોશી એ ડિવિઝન પોલીસે અલીયાગામ વિરાણીચોક વિસ્તારમાં રહેણાક મકાનની અગાસીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 32 ચપટા કબજે કરી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. દરોડા સમયે મકાનમાલિક હાજર મળી આવ્યો ન હતો.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અલીયાગામ વિરાણીચોકમાં રહેતા અજય રામાભાઈ મકવાણાના રહેણાક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનની અગાસીના ખૂણામાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના સીલબંધ 180 મિલીલીટરના 32 ચપટા મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૂ.3,200 ગણવામાં આવી છે.
પોલીસે એક ચપટો એફએસએલ તપાસ માટે તથા બાકીના 31 ચપટા પંચનામાની વિગત મુજબ કબજે કર્યા હતા. દરોડા સમયે આરોપી અજય રામાભાઈ મકવાણા હાજર મળી આવ્યો ન હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




