જામનગરમાં પેટમાં દુખાવાની સારવાર દરમિયાન 30 વર્ષીય યુવાનનું અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવાનનું પેટમાં દુખાવાની સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સીટી-સી ડિવિઝન પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ગોકુલનગર-2 વિસ્તારમાં રહેતા સંજયસિંહ ભીખુભા ચુડાસમા (ઉ.વ.30)ને તા.1 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે આઠ વાગ્યે પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ત્યારબાદ સમર્પણ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે ફરી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન તા.2 સપ્ટેમ્બરના રોજ સવારે 11:35 વાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલની જાણના આધારે તા.4 સપ્ટેમ્બરે સીટી-સી ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.




