Jamnagar

જામનગરમાં રણજીતસાગર રોડ પરથી 15 બોટલ વિદેશી દારૂ સાથે 3 ઝડપાયા : રૂ.46,500નો મુદ્દામાલ કબજે

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં રણજીતસાગર રોડ પરથી સિટી એ. ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 15 બોટલ સાથે 3 શખ્સોને ઝડપ્યા હતા. મહેશ પરમાર, ગોપાલ જાદવ અને શક્તિસિંહ જાડેજા પાસેથી રૂ. 1,500ની કિંમતનો દારૂ, બાઈક અને મોબાઈલ સહિત કુલ રૂ. 46,500નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રણજીતસાગર રોડ પરથી 15 બોટલ વિદેશી દારૂ સાથે 3 ઝડપાયા : રૂ.46,500નો મુદ્દામાલ કબજે

Jamnagar Liquor Raid : જામનગર શહેરના રણજીતસાગર રોડ પર જાહેર માર્ગ પરથી સિટી એ. ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 15 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.46,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, રણજીતસાગર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન મહેશ કિશોરભાઈ પરમાર (ઉં.વ.27, રહે. દરેડ), ગોપાલ મંગાભાઈ જાદવ (ઉં.વ.24, રહે. નાઘેડી ખાણ વિસ્તાર) અને શક્તિસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉં.વ.24, રહે. દરેડ)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા.
તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 એમ.એલ.ની કુલ 15 શીલબંધ બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.1,500 ગણવામાં આવી છે.
આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું જીજે-10-ઇજી-5169 નંબરનું જ્યુપિટર મોટરસાઇકલ, કિંમત રૂ.40 હજાર તથા શક્તિસિંહ પાસેથી મોબાઇલ ફોન, કિંમત રૂ.5 હજાર મળી કુલ રૂ.46,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી), 98(2) અને 81 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.