ફ્રાંસમાં થર્ડ વીકેન્ડે પણ યુવા રેલી હવે મોજું યુરોપમાં પ્રસરતું જાય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'વ્હેન ફ્રાંસ સ્નીઝીઝ યુરોપ કેસીઝ કોલ્ડ'
- જર્મનીમાં જેન.ઝેડ - રીગેલ્ટે 30 શહેરોમાં દેખાવો યોજ્યા સ્પેનનાં બાર્સીલોના, ઇટાલીનાં મિલાન અને તુરિન તથા સ્વિત્ઝર્લેન્ડમાં પણ તોફાનો
નવી દિલ્હી : અંગ્રેજીમાં એક કહેવત છે, 'વ્હેન ફ્રાંસ સ્નીઝીઝ, યુરોપ કેસીઝ કોલ્ડ' (ફ્રાંસને છીંક આવે, ત્યારે યુરોપને શર્દી થાય છે.) આ કહેવત સોએ સો ટકા સાચી પડતી હોય તેમ આ થર્ડ વીક એન્ડે પણ ફ્રાંસમાં શૈક્ષણિક સુવિધાઓના અભાવ સામે રમખાણે ચઢેલા વિદ્યાર્થીઓ સાથે અન્ય યુવાનો અને નાગરિકો પણ સતત વધતા ભાવ, બેકારી અને ફુગાવા સામે પોતાનો રોષ પ્રદર્શિત કરવા, તોફાને ચઢયા હતા. અત્યારે તો ફ્રાંસમાં પેરિસ, લીયોન્સ, માર્સિલે, સહિત કેટલાએ શહેરોમાં પરિસ્થિતિ હાથ બહાર ગઈ છે.
વાત આટલેથી અટકી નથી, હવે તો વિદ્યાર્થીઓ અને યુવાનોએ ૭૦,૦૦૦ જેટલા પોલીસ ફોર્સને પણ હંફાવી દીધું છે. આંતરિક બાબતોના મંત્રી, લોરેન ન્યુનેઝે દેશમાં અંધાધૂંધી ફેલાવાની ભીતિ દર્શાવી છે.
હવે તો તોફાનો ફ્રાંસના સીમાડા ઓળંગી જર્મની, સ્પેન, ઇટાલી અને પૃથ્વી ઉપરનાં સ્વર્ગ સમાન સ્વિત્ઝર્લેન્ડમાં પણ પ્રસરી ગયાં છે. પોર્તુગલ, બેલ્જિયમ, નેધરલેન્ડ અને ઓસ્ટિયામાં પણ વિદ્યાર્થીઓ, યુવાનો અને અન્ય જનતા પણ બેકારી, મોંઘવારી અને ફુગાવા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા માર્ગો ઉપર આવી ગયા છે. તે દેશોની પોલીસને માટે પરિસ્થિતિ કાબુમાં રાખવી અસંભવ સમાન બની રહી છે.
હિસ્માનિયા (સ્પેન)માં, સાલ્વેડોર ડાલીનાં શહેર બાર્સીલોના તથા પાટનગર માડ્રીડ, ઇટાલીમાં માઇકલ એન્જેલોનાં શહેર મિલાનો, (મિલાન), ઑસ્ટસ સીઝરે સ્થાપેલા ઓગસ્ટા નોરિનિયમ (તુરીન) અને બોવોના રમખાણગ્રસ્ત બની રહ્યાં છે. ટિક-ટોક ઉપર આ માહિતી પ્રસરી ગઈ છે.
બાર્સીલોનામાં પોલીસે ૧૩૦ની ધરપકડ કરી છે. ગયા શનિવારે પણ ત્યાં તોફાનો થયાં હતાં. ફ્રાંસનાં પેરિસ, લીયોન્સ, માર્સીલે રમખાણગ્રસ્ત છે. બર્લિનના બ્રાન્ડેબર્ગ ગેઇટ પાસે પોલીસ અને યુવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
ફ્રાંસમાં વિપક્ષી નેતાઓએ સરકાર સામે વિરોધમાં સામેલ થનારાઓને યલો શર્ટ પહેરવા આદેશ આપ્યો હતો. સરકારે યલો-શર્ટ ઉપર પ્રતિબંધ મુક્યો છે.
પ્રમુખ ઇમેન્યુઅલ મૈક્રોંએ સર્વેને શાંતિ રાખવાની અપીલ કરવા સાથે, વિદ્યાર્થી નેતાઓ અને યુવાનેતાઓને આમંત્રણ આપ્યું છે. દરમિયાન આર્ક દ'ટ્રાયમ્ફથી શરૂ કરી પ્લેસ દ'લા' રિપબ્લીક અને લેસ હેલાસ વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યાં છે.




