Get The App

VIDEO: જાપાનમાં 500 કિ.મી.ની ઝડપે દોડતી મેગ્લેવ ટ્રેનમાં યોગીએ કરી સફર, મંત્રમુગ્ધ થયા UPના CM

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: જાપાનમાં 500 કિ.મી.ની ઝડપે દોડતી મેગ્લેવ ટ્રેનમાં યોગીએ કરી સફર, મંત્રમુગ્ધ થયા UPના CM 1 - image

Yogi Adityanath Japan Visit: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના જાપાન પ્રવાસના છેલ્લા દિવસે યામાનાશીમાં હાઈ-સ્પિડ મેગ્લેવ ટ્રેનમાં સફર કરી. હાઈડ્રોજન ગ્રીન એનર્જી પ્લાન્ટ બાદ 600 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી હાઈ-સ્પિડ મેગ્લેવ ટ્રેનનો અનુભવ આદિત્યનાથ માટે રોમાંચક રહ્યો. લીનિયર મેગ્લેવ ટ્રેન 500 કિ.મી.ની સ્પિડે દોડે છે. હાલમાં જાપાનની બુલેટ ટ્રેન 300 કિ.મી.ની ઝડપે દોડે છે.

લીનિયર મોટર કાર 500ની સ્પિડે ચાલે છે. હાલની જે જાપાનની બુલેટ ટ્રેન છે તેની સ્પિડ 300 કિ.મી./પ્રતિ કલાક છે. બીજી તરફ આ લીનિયર મેગ્લેવ ટ્રેન  ચુંબકીય બળથી ચાલે છે અથવા એમ કહી શકાય કે 500ની સ્પિડે હવામાં ઉડે છે. 

CM યોગી આદિત્યનાથે જાપાન પ્રવાસના બીજા દિવસે યામાનાશી પ્રાંતમાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી. આ દરમિયાન યોગી પાણીથી હાઈડ્રોજન અને વીજળી બનાવવાની ટેક્નોલોજીને સમજ્યા. ટોક્યોથી યામનાશી જતી વખતે એક તુલસી નામની સાધ્વીએ પોતાના સાથીઓ સાથે યોગી સાથે મુલાકાત કરી. 

સાધ્વી તુલસીએ જણાવ્યું કે, હું જાપાનમાં હિન્દુ ધર્મ અને જૈન ધર્મનો પ્રચાર કરી રહી છું. તેમની સાથે આવેલા એક નાના બાળકે યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કર્યા અને સંસ્કૃતમાં મંત્ર પણ સંભળાવ્યો. યોગી આ દૃશ્ય જોઈને પ્રસન્ન થયા અને તેમણે જાપાની ભક્તોને પ્રસાદ તરીકે ચોકલેટ આપી. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યામાનાશી પ્રીફેક્ચર પ્રાંત પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં શાળાના બાળકોએ તેમનું સ્વાગત કર્યું. યોગીએ ભારત-જાપાનના ધ્વજ પકડીને બાળકો સાથે થોડો સમય વિતાવ્યો.

સ્થાનિક લોકોએ યોગીને એક ખાસ પેન્ટિંગ ભેટ કરી

આ ઉપરાંત યામાનાશીમાં રહેતા સ્થાનિક લોકોએ યોગીને એક ખાસ પેન્ટિંગ ભેટ કરી. યામાનાશી જાપાનમાં આધુનિક ખેતી અને ટેક્નોલોજી માટે ઓળખાય છે. અહીં હાઈડ્રોજન એનર્જી, રોબોટિક સેન્ટર અને હાઈ સ્પિડ ટ્રેનનું સેન્ટર છે. આ સાથે જ વિશ્વ પ્રસિદ્ધ માઉન્ટ ફુજી પણ આકર્ષનું કેન્દ્ર છે. 

મેગ્લેવ ટ્રેનમાં યોગીએ કરી સફર

મેગ્લેવ ટ્રેનની સફર માત્ર રોમાંચક જ નહોતી પણ ભવિષ્યની પરિવહન ટેકનોલોજીની ઝલક પણ લઈને આવી. જાપાનની અત્યાધુનિક મેગ્લેવ ટ્રેન ચુંબકીય શક્તિ પર આધારિત છે, જે તેને પરંપરાગત ટ્રેનોથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. આ ટ્રેન પાટા ઉપરથી ઉંચી દોડે છે, એટલે કે ઘર્ષણ લગભગ ખતમ થઈ જાય છે, અને આ જ કારણ છે કે, તેની સ્પિડ 500થી 600 કિલોમીટર પ્રતિ કલાકની છે. યામાનાશી ટેસ્ટ ટ્રેક પર આ ટ્રેને પોતાની ઉચ્ચ ક્ષમતાનું પ્રદર્શન કર્યું, જેને જોઈને મુખ્યમંત્રી મંત્રમુગ્ધ થઈ ગયા. 


વર્તમાનમાં જાપાનની બુલેટ ટ્રેનો લગભગ 300 કિ.મી./પ્રતિ કલાકની ઝડપે દોડે છે, પરંતુ મેગ્લેવ ટેકનોલોજી આ ગતિને બમણી કરવા તરફ એક મોટું પગલું છે. શિંકાનસેન પહેલાથી જ વિશ્વમાં ઝડપી અને સુરક્ષિત યાત્રાનું પ્રતીક બની ચૂકી છે અને હવે મેગ્લેવ તેને વધુ આગળ લઈ જવાની તૈયારીમાં છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ હાઈડ્રોજન આધારિત ગ્રીન એનર્જી પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યું.

મેગ્લેવ ટ્રેનની મુસાફરી સંપૂર્ણપણે સ્મૂધ અને આંચકામુક્ત હોય છે. ટ્રેનની અંદર બેસીને એવો અનુભવ થાય છે, જાણે કોઈ વિમાન જમીનની ખૂબ નજીક ઉડી રહ્યું છે. આ અનુભવ શેર કરતા મુખ્યમંત્રીએ તેને ભવિષ્યની યાત્રા ગણાવી. 

સોશિયલ મીડિયા પોસ્ટમાં CM યોગીએ આભાર વ્યક્ત કર્યો

યોગી આદિત્યનાથે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરીને લખ્યું કે, 'માઉન્ટ ફુજી જાપાનનો સૌથી ઊંચો શિખર અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, જે લગન, શિસ્ત અને આધ્યાત્મિક સંતુલનનું પ્રતીક છે. જાપાનની શાશ્વત સુંદરતા અને સાંસ્કૃતિક ગૌરવના પ્રતીક શાનદાર માઉન્ટ ફુજીને તડકાના દિવસે જોવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. આભાર, જાપાન!'

આ પણ વાંચો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી! મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, હવે શું?

CM યોગીએ આગળ લખ્યું કે, 'તમે જોઈ શકો છો કે હું 501 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યો હતો. યામાનાશીમાં મેં જાપાનની એડવાન્સ્ડ ટ્રેનનો અનુભવ કર્યો, આ એક નેક્સ્ટ-જનરેશન-હાઈ-સ્પિડ સિસ્ટમ છે, જે સ્વચ્છ, વધુ કાર્યક્ષમ અને સટીક મોબિલિટીનું ભવિષ્ય દર્શાવે છે. ખૂબ જ વધુ સ્પિડે પણ સફર સરળ અને ખૂબ જ સ્થિર હતી, જે ઈનોવેશન અને લાંબા સમય સુધી ચાલતા ઈન્ફ્રાલ્ટ્રક્ચરની શાનદાર ક્વોલિટી માટે જાપાનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યારે ટેકનોલોજી આ ગતિએ આગળ વધે છે, ત્યારે ભવિષ્ય પહેલા કરતાં વધુ નજીક લાગે છે.'

9 વર્ષના કાર્યકાળમાં CM યોગીનો બીજો વિદેશ પ્રવાસ

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 22 ફેબ્રુઆરીથી સિંગાપોર અને જાપાનના પ્રવાસ પર છે, જે તેમના 9 વર્ષના કાર્યકાળમાં તેમનો બીજો વિદેશ પ્રવાસ છે. અગાઉ તેમણે 2017માં મ્યાનમારનો મર્યાદિત પ્રવાસ કર્યો હતો. આ લાંબા સમયથી રાહ જોવાતી વિદેશ પ્રવાસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેનો હેતુ રાજ્યમાં રોકાણ આકર્ષવાનો અને આધુનિક માળખાગત સુવિધાઓને નવી ગતિ આપવાનો છે.