World

F-22 ફાઈટર જેટ બોમ્બર વિમાનોની ફલાઈ પાસ્ટ અને રેડ કાર્પેટ સાથે 'શી'નું યુ.એસ.માં ભવ્ય સ્વાગત

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન/એન્ડ્રૂઝ એરબેઝ ખાતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ શી-જિનપિંગનું ભવ્ય સ્વાગત કર્યું. F-16 અને F-22 ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ, રેડ-કાર્પેટ વેલકમ અને ગાર્ડ-ઓફ-ઓનર અપાયું. ટ્રમ્પ પોતે સ્વાગત માટે હાજર રહ્યા, જે એક અસામાન્ય ઘટના છે. આ ઐતિહાસિક સ્વાગતની વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે વેપાર અને વૈશ્વિક રણનીતિ પર મંત્રણા થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

F-22 ફાઈટર જેટ બોમ્બર વિમાનોની ફલાઈ પાસ્ટ અને રેડ કાર્પેટ સાથે 'શી'નું યુ.એસ.માં ભવ્ય સ્વાગત
  • કામ-બિફોર-ધી-સ્ટોર્મ…. ?
  • ગાર્ડ ઓફ ઓનર સાથેનાં શી-જિનપિંગનાં કરેલાં ભવ્યાતિભવ્ય સ્વાગતની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે

વૉશિંગ્ટન/એન્ડ્રૂઝ એરબેઝ : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ શી-જીનપિંગનું જોઈન્ટ બેઝ 'એન્ડ્રૂઝ એરબેઝ' ઉપર કરેલાં ઐતિહાસિક સ્વાગતમાં રેડ-કાર્પેટ-વેલકમ, તથા તેઓનું વિમાન અમેરિકાની આકાશ સીમામાં પ્રવેશ્યું ત્યારથી તેની બંને બાજુએ એફ-૧૬ અને એફ-૨૨ વિમાનો તથા બોમ્બર જેટ્સ તેમને આવકારવા શીને લઈ જતાં વિમાનની બંને બાજુએ ઉડાડયાં હતાં. તે પછી વિમાન નીચે ઉતર્યું ત્યારે તેઓને રેડ-કાર્પેટ-વેલકમ અપાયો. પછી ગાર્ડ-ઓફ-ઓનર પણ અપાયું. આ રીતે ચીનના માધાતા શી-જિનપીંગની અમેરિકાની ત્રિદિવસીય મુલાકાતે આવી પહોંચતાં કરાયેલાં આ ભવ્યાતિભવ્ય સ્વાગતની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
અમેરિકાનાં પાટનગર વોશિંગ્ટનની પાસે જ આવેલા જોઈન્ટ એરબેઝ, એન્ડ્રૂઝ એરબેઝ ઉપર પ્રમુખ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, પ્રમુખ શી-જિનપીંગ અને તેઓનાં પત્ની પેંગ લિયુયાનનાં સ્વાગત માટે પહોંચ્યા હતાં.
કોઈ પણ વિદેશી મહેમાનને આવકારવા અમેરિકાના પ્રમુખ પોતે જ વિમાન મથકે ઉપસ્થિત રહે તે અસામાન્ય માનવામાં આવે છે. તેમાંએ રેડ-કાર્પેટ, ગાર્ડ-ઓફ-ઓનર, એફ-૧૬ અને એફ-૨૨ વિમાનોની ફલાઈટ પાસ્ટથી શરૂ થયેલી શી-જિંનપિંગની આ મુલાકાત દરમિયાન તેઓ સાથે વ્યાપાર, આર્ટિફીશિયલ ઇંટેલિજન્સ ઈરાન અને વૈશ્વિક રણનીતિ અંગેની મંત્રણા કરવામાં આવે છે.
એએફપી જણાવે છે કે આ સ્વાગત સમારોહ દરમિયાન જ અમેરિકાની સૈન્ય શક્તિનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પછી રનવે ઉપર છ-એફ-૨૨ રેપ્ટર અને છ એફ-૧૬ વિમાનો ઊભાં રખાયાં હતાં, તેમણે પણ ફલાઈટ પાસ્ટ કરી. તે યુદ્ધ વિમાનોના પ્રચંડ અવાજથી ડોનાલ્ડ ટ્રમ્પ થોડી ક્ષણો અસ્વસ્થ થઈ ગયા પરંતુ શી-જિનપિંગ તદ્દન સ્થિર અને શાંત રહ્યા હતાં.
એવું કહેવાય છે કે નામદાર પોતાની અમેરિકાની મુલાકાત સમયે તેઓને આવું ભવ્ય સ્વાગત અપાયું હતું. ૧૯૫૯માં રશિયાના નેતા નિકીતા બુ્રશ્એલને આવું બહુમાન અપાયું. છેલ્લે ૧૯૬૨માં બ્રિટનના વડાપ્રધાન હેરોલ્ડ મેકમિલનનું આવું બહુમાન ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે એલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિનનું પણ આવું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ ભવ્યાતિભવ્ય સ્વાગતની અમેરિકામાં જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિશ્વભરમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં તો ટ્રમ્પની પાર્ટી રીપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓએ તો ચીન સાથે કઠોર વલણ રાખવા માટે તેમજ ઈરાન-ચીન સંબંધોની યાદ આપવા સાથે ટ્રમ્પની ટીકા કરી છે. તો કેટલાક નિરીક્ષકોનું કહેવું છે કે આ કદાચ કામ-બિફોર-સ્ટોર્મ ન બની રહે. સૌથી ગંભીર મુદ્દો તો તાઈવાનનો છે.