World

જરા પણ ભૂલ થઈ તો સંબંધો ખતરનાક વળાંક લેશે: ચાલુ બેઠકમાં જ જિનપિંગે ટ્રમ્પને ધમકાવ્યા!

By GS Team
14 May 20262 mins read
TukuTouch Logo
વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધા વધી રહી છે, ત્યારે તાઇવાનનો મુદ્દો ફરી એકવાર વિસ્ફોટક બની રહ્યો છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાઇવાન મુદ્દે કોઈ પણ પ્રકારની ગેરસમજ કે અયોગ્ય પગલું લેવામાં આવ્યું

Summarized by AI; it may make mistakes. Check important info

જરા પણ ભૂલ થઈ તો સંબંધો ખતરનાક વળાંક લેશે: ચાલુ બેઠકમાં જ જિનપિંગે ટ્રમ્પને ધમકાવ્યા!

One China Policy Conflict Risk: વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધા વધી રહી છે, ત્યારે તાઈવાનનો મુદ્દો ફરી એકવાર વિસ્ફોટક બની રહ્યો છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાઈવાન મુદ્દે કોઈ પણ પ્રકારની ગેરસમજ કે અયોગ્ય પગલું લેવામાં આવ્યું, તો બંને દેશો સીધા સંઘર્ષના માર્ગે ધકેલાઈ શકે છે.

સૌથી ખતરનાક વળાંક પર સંબંધો

ચીની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, બેઈજિંગમાં આયોજિત હાઇ-સ્ટેક્સ સમિટ દરમિયાન શી જિનપિંગે તાઈવાનને ચીન-અમેરિકા સંબંધોનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો અને સૌથી મોટો સામાન્ય છેદ ગણાવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે, આ મામલાને જો કાળજીપૂર્વક સંભાળવામાં નહીં આવે, તો દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ જોખમી વળાંક સુધી પણ પહોંચી શકે છે. જ્યારે બીજી તરફ, આ મહત્વની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તાઈવાન અંગેની ચર્ચા પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પત્રકારોએ જ્યારે પૂછ્યું કે, વાતચીત કેવી રહી, ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે, ખૂબ સરસ, પરંતુ તાઈવાન અંગેના ફોલો-અપ પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા.

તાઈવાને ચીનને જ અસ્થિરતાનું કારણ ગણાવ્યું

શી જિનપિંગની આક્રમક રજૂઆત બાદ તાઈપેઈએ તીખી પ્રતિક્રિયા આપી છે. તાઈવાન સરકારના પ્રવક્તાએ અમેરિકાના સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા આરોપ લગાવ્યો હતો કે, ચીની સૈન્યની ધમકી જ તાઈવાનની સામુદ્રધુની અને સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અસુરક્ષા અને અસ્થિરતાનો એકમાત્ર સ્ત્રોત છે.

આ પણ વાંચો : કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

શા માટે આ મુદ્દો આટલો સંવેદનશીલ છે?

ચીન તાઈવાનને પોતાનો અભિન્ન હિસ્સો માને છે અને વન ચાઈના સિદ્ધાંત હેઠળ તેનું પુનઃ એકીકરણ કરવા માટે જરૂર પડ્યે સૈન્ય બળના ઉપયોગની ધમકી પણ આપી ચૂક્યું છે. જોકે, તાઈવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે અને તે ચીનના દાવાઓનો વિરોધ કરતું આવ્યું છે. 

અમેરિકાની ભૂમિકા

અમેરિકા સત્તાવાર રીતે તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપતું નથી, પરંતુ તાઈવાન રિલેશન્સ ઍક્ટ હેઠળ તે ટાપુને રક્ષણાત્મક શસ્ત્રો પૂરા પાડવા માટે કાયદેસર રીતે બંધાયેલું છે. તાજેતરમાં અમેરિકાએ સિક્સ એસ્યોરન્સ(છ ખાતરીઓ)નો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં તાઈવાનને શસ્ત્રોનું વેચાણ ચાલુ રાખવા અને આ મામલે બેઇજિંગની સલાહ ન લેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

વૈશ્વિક સ્થિતિ

હાલમાં વિશ્વના માત્ર 12 દેશો તાઈપેઈ સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો ધરાવે છે. તેમ છતાં, મોટાભાગના પશ્ચિમી દેશો અને અમેરિકાના સાથી દેશો તાઈવાન સાથે બિનસત્તાવાર દૂતાવાસો દ્વારા ગાઢ સંપર્ક જાળવી રાખે છે. તાઈવાનના નાગરિકો રિપબ્લિક ઑફ ચાઇના પાસપૉર્ટનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે. તાઈવાનના મામલે શી જિનપિંગની આ હાલની ચેતવણીથી સ્પષ્ટ થાય છે કે, આગામી દિવસોમાં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભૌગોલિક રાજકીય ગરમાવો વધી શકે છે.