Get The App

દુનિયામાં સૌપ્રથમ કોરોનાની રસીનું ક્લિનિક ટ્રાયલ પૂર્ણ, તમામ પરિક્ષણ સફળ રહ્યાનો દાવો

- રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ દુનિયાની સૌપ્રથમ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો

Updated: Jul 13th, 2020

GS TEAM

Google News
Google News


દુનિયામાં સૌપ્રથમ કોરોનાની રસીનું ક્લિનિક ટ્રાયલ પૂર્ણ, તમામ પરિક્ષણ સફળ રહ્યાનો દાવો 1 - image

મોસ્કો, તા. 13 જુલાઇ 2020, સોમવાર

છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીમાં સપડાયેલી આખી દુનિયા કાગાડોળે કોરોનાની રસીની રાહ જોઇ રહી છે. દુનિયાભરના તમામ લોકો રાહ જોઇને બેઠા છે કે ક્યારે આ રોગની રસી મળે અને ક્યારે તેનાથી છૂટકારો મળે. દુનિયાભરના વિજ્ઞાનીઓ અને યુનિવર્સિટી સંશોધનમાં લાગેલા છે. ત્યારે આ બધા વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે દુનિયામાં સૌપ્રથમ કોરોના વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઇ છે. તેમજ આ ટ્રાયલ સફળ રહ્યાનો સંશોધકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ દુનિયાની સૌપ્રથમ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો છે. યુનિવર્સિટીએ જણાવ્યું કે આ વેક્સિનના તમામ પરિક્ષણ સફળ રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ભરત સમેત અનેક દેશોમાં કોરોનાની રસી માટેના સંશોધનો થઇ રહ્યા છે, તેવામાં રશિયાએ રસી બનાવવામાં બાજી મારી છે. ઇન્સિટીટ્યુટ ફોર ટ્રાંસલેશન મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીના ડાયરેક્ટર વાદિમ તારાસોવના જણાવ્યા પ્રમાણે સેચેનોવ યુનિવર્સિટીએ 18 જૂનના રોજ મામાલેઇ ઇન્સિટીટ્યુટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા બનાવવામાં આવેલી રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કર્યુ હતું.

યુનિવરસ્ટી દ્વારા આ વેક્સિનનું પોતાના વોલેન્ટિયર્સ પર સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. જે ગૃપ પર આ ટ્રાયલ કરવામાં આવી તેમાંથી પહેલા ગૃપને 15 જુલાઇ અને બીજા ગૃપને 20 જુલાઇના રજા આપવામાં આવશે. યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે આ રસીના તમામ પાસાઓનું સુરક્ષાની દ્રષ્ટિએ પરિક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં સફળતા પણ મળી છે. હવે ટૂંક સમયની અંદર આ રસી બજારમાં ઉપલબ્ધ થશે.

Tags :