Get The App

ટ્રમ્પની ચીન-મુલાકાત નિશ્ચિત ભારત માટે તે ખતરાની ઘંટી બનશે ?

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની ચીન-મુલાકાત નિશ્ચિત ભારત માટે તે ખતરાની ઘંટી બનશે ? 1 - image

- 13-14-15 મે દરમિયાન ટ્રમ્પ ચીનની મુલાકાતે : તેઓ ચીનના પ્રમુખ શી-જીન-પિંગનાં આમંત્રણથી ચીન જવાના છે

વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસની ચીનની મુલાકાતે જવાના છે. તા. ૧૩-૧૪-૧૫ મે દરમિયાન તેઓ ચીનમાં હશે. તે દરમિયાન બંને દેશોના રાજકીય સંબંધો મજબૂત કરવા ચર્ચા કરવામાં આવશે. ચીનના પ્રમુખ શી-જીન-પિંગનાં આમંત્રણથી ટ્રમ્પ ચીન જવાના છે. ચીનની સમાચાર સંસ્થા શિન્ટુઆએ પણ સમર્થન આપ્યું છે.

સહજ છે કે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ, વૈશ્વિક પરિસ્થિતિ આપસી હીતો અને મહત્વના દ્વિપક્ષીય સંબંધો અંગે સવિસ્તર ચર્ચા કરવાના છે. તેમજ આ મુલાકાત દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ચીન-યુએસના સંવાદનું એક નવું પ્રકરણ શરૂ કરવા માગે છે.

આ તબક્કે તે પણ ઉલ્લેખનીય છે કે ચીનના એક સીનીયર અધિકારીએ અમેરિકાને ચેતવણી આપી હતી કે તે હોર્મુઝ ફરતી નાકાબંધી ન કરે, અને ચીન-ઈરાનના સંબંધોમાં દખલ ન કરે. ચીનના એડમિરલ ડોંગ જૂ એ આ ચેતવણી આપી હતી. ચીન તેની જરૂરિયાતનું ૪૦ ટકા તેલ ઇરાનમાંથી આયાત કરે છે. ૩૦ ટકા એલએનજી આયાત કરે છે.

ભારતની વાત લઈએ તો હજી સુધી અમેરિકા ભારતને ચીન સામેનાં કાઉન્ટર વેઈટ તરીકે માનતું આવ્યું છે. ક્વૉડ દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર પણ થાય છે. હવે જો ચીન સાથે અમેરિકાના સંબંધો મજબૂત બને તો ભારતને બંને રીતે મુશ્કેલી થાય તેમ છે.