ટ્રમ્પ ઈરાન પર ફરી હુમલો કરશે ? ક્યુબાને પણ ધમકી આપી : સામો સણસણતો ઉત્તર મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઓપરેશન 'એપિક ફ્યુરી' નાના પાયે પણ કરવા ટ્રમ્પ વિચારે છે : ક્યુબા અંગે તેના વિદેશ મંત્રીએ કહ્યું : 'અમારો સમુદ્ર સુંદર છે પરંતુ નીચે નુકીલા પથ્થરો પણ છે'
ફલોરિડા : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરૂદ્ધ ચાલતાં સૈન્ય અભિયાન અંગે ફરી એક વાર ગંભીર નિવેદન કર્યું છે. ફલોરિડામાં 'મિડ-ટર્મ-ચૂંટણી' પ્રચાર રેલીને સંબોધતાં તેઓએ સંકેત આપ્યો હતો કે, 'અમેરિકા ઈરાન સામે કદાચ એક નાનું એવું ઓપરેશન એપિક-ફ્યુરી' શરૂ કરશે. જોકે પ્રમુખે તે કથન ઉપર વિસ્તારથી કશું કહ્યું ન હતું. પરંતુ તેથી ઈરાન વિરૂદ્ધ ફરી તેઓ સેનાકીય કાર્યવાહી શરૂ કરશે તેવા સ્પષ્ટ સંકેતો મળે છે.
આ રેલીમાં પોતાનું વક્તવ્ય આપતાં તે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આ સાથે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે યુદ્ધ તત્કાળ બંધ કરવું જોઈએ કે ધીમે ધીમે બંધ કરવું ?
મુશ્કેલી તે છે કે ઈરાન યુદ્ધ વિષે ટ્રમ્પ જુદાં જુદાં સ્થળે, જુદા જુદા સમયે, જુદાં જુદાં નિવેદનો કરતા રહે છે. કોઈવાર (થોડા સમય પહેલાં જ) તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાન પર હવે નવા હુમલા નહીં કરે, મીડ-ટર્મ-ચૂંટણીઓ પહેલાં તો નહીં જ. આનો અર્થ શો સમજવો ?
બીજી તરફ ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલાથી તથા લેબેનોનમાં ઈઝરાયલી સૈન્યની કાર્યવાહીથી હજારો લોકો માર્યા ગયા છે અને લાખ્ખો લોકો વિસ્થાપિત થઈ રહ્યા હોવાના સમાચારો મળતા જ રહે છે. તે યુદ્ધ હવે આઠમા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે સાથે ઈંધણની વધતી જતી કિંમતોની અસર અમેરિકાનાં રાજકારણ અને ચૂંટણી માહોલ પર પડી રહી છે.
આવા સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાંથી પાછાં ફરતાં અમેરિકી યુદ્ધ જહાજો અંગે કહ્યું કે તે યુદ્ધ જહાજો પાછા ફરતા ક્યુબા પાસેથી જ પસાર થશે. વધુમાં કહ્યું અમે પાછા ફરતાં, ક્યુબા પાસેથી જ પસાર થશું તે પૈકી એક જહાજ ક્યુબાના સમુદ્ર તટથી આશરે ૫૦ વાર જ દૂર રોકાશે. હાથ પણ ઉઠાવશે પછી માર્કો રૂબિયો (વિદેશ મંત્રી)ને ત્યાં મોકલશું.
ટ્રમ્પનાં આ કથનોનો તુર્ત જ જવાબ આપતાં, ક્યુબાના વિદેશમંત્રી બૂ્રનો રોડ્રીગ્સે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું : 'ક્યુબાનો તટ સુંદર સમુદ્રથી વીંટળાયેલો છે, પરંતુ નીચે ચૂનાના અણીદાર પથ્થરો પણ છે જે તે લોકો માટે અનુકૂળ નહીં રહે કે જેઓ પ્રભુત્વ સ્થાપિત કરવાની મંશાથી ત્યાં પહોંચવાની કોશીશ કરે છે.'
યાદ રહે કે ભૂતકાળમાં પ્રમુખ જહોન એફ કેનેડીના સમયમાં રશિયાએ ક્યુબામાં મિસાઇલ્સ ગોઠવ્યાં હતાં, ત્યારે જે.એફ.કે.એ સખતની ચેતવણી આપતાં નિકીતા ક્રૂશ્ચેવે તે મિસાઇલ્સ પાછાં ખેંચ્યાં હતા. નહીં તો તે સમયે જ ત્રીજા વિશ્વયુદ્ધની નોબત ગર્જી રહી હતી.




