World

કેનેડાના પણ ભાગલા પડશે? નવા સરવેના ચોંકાવનારા પરિણામ, અમેરિકા ખુદ ટેન્શનમાં

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
કેનેડામાં જનમત સંગ્રહ પહેલાં ઇપ્સોસના નવા સરવે મુજબ, 70% લોકો કેનેડાને વિભાજિત થતું બચાવવા માંગે છે, જ્યારે માત્ર 30% અલ્બર્ટાને અલગ કરવાના પક્ષમાં છે. મંગળવારે મતદાન પ્રસ્તાવિત છે. કેલગરી અને એડમન્ટનના 31% લોકો જ અલગ દેશ માટે સમર્થન કરે છે. 27 થી 35 વર્ષના યુવાનોમાં અલગ થવાની માંગ વધુ છે. આ સરવે બાદ ઓટાવા અને વોશિંગ્ટનમાં રાજકીય ચર્ચા ગરમાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડાના પણ ભાગલા પડશે? નવા સરવેના ચોંકાવનારા પરિણામ, અમેરિકા ખુદ ટેન્શનમાં

Alberta Referendum Survey: કેનેડામાં જનમત સંગ્રહ પર મતદાન પહેલા ઈપ્સોસનો નવો સરવે સામે આવ્યો છે. આ સરવે મુજબ દર 10 માંથી 7 લોકો કેનેડાને વિભાજિત થતું બચાવવા માંગે છે, જ્યારે માત્ર 30 ટકા લોકો અલ્બર્ટાને કેનેડાથી અલગ કરવાના પક્ષમાં છે. શું કેનેડાથી અલ્બર્ટા અલગ થઈ જશે? આ સવાલ પર જનમત સંગ્રહને લઈને મંગળવારે મતદાન પ્રસ્તાવિત છે. ગ્લોબલ ન્યૂઝ અને ઈપ્સોસના સરવે મુજબ અલ્બર્ટાના 70 ટકા નિવાસીઓ કેનેડા સાથે જ રહેવાના પક્ષમાં મતદાન કરશે. આ સરવેના આંકડા સામે આવ્યા બાદ ઓટાવા અને વોશિંગ્ટનમાં રાજકીય ચર્ચા ગરમાઈ છે.

અલ્બર્ટાના નવા સરવેના મુખ્ય આંકડા

અલગ થવા સામે વિરોધ: સરવેમાં સામેલ 70% લોકોએ કેનેડા સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે 30% લોકો અલ્બર્ટાને અલગ દેશ બનાવવા ઈચ્છે છે.

મુખ્ય શહેરોનું વલણ: અલ્બર્ટાના બે મોટા શહેરો કેલગરી અને એડમન્ટનના માત્ર 31% લોકો જ અલગ દેશ માટેના જનમત સંગ્રહનું સમર્થન કરી રહ્યા છે.

યુવાનોમાં માંગ: કેનેડાને વિભાજિત કરવાની માંગ કરનારાઓમાં સૌથી વધુ 27 થી 35 વર્ષની વયજૂથના લોકો છે.

ઇમિગ્રેશનથી નારાજગી: સરવેમાં મોટાભાગના લોકો કેનેડા સરકારની વર્તમાન ઇમિગ્રેશન નીતિઓથી નારાજ જોવા મળ્યા હતા.

સરકારનું વલણ અને પ્રીમિયરનું નિવેદન

અલ્બર્ટા પ્રાંતના પ્રીમિયર ડેનિયલ સ્મિથના જણાવ્યા મુજબ, પહેલા એ વાત પર મતદાન કરાવાશે કે, શું અહીં જનમત સંગ્રહ યોજવો જરૂરી છે કે નહીં? જો જનતા તેના પક્ષમાં હશે, તો જ આ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. બીજી તરફ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અલ્બર્ટાને અલગ થતું રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ જ શ્રેણીમાં તેમણે અલ્બર્ટામાં વસતા 30 હજારથી વધુ ભારતીય સમુદાય સાથે પણ સંપર્ક સાધ્યો છે.