World

હોર્મુઝ ખાડી મુદ્દે ઈરાન સાથે ડીલ કરશો તો ઓમાન પર બોમ્બ ફેંકીશું : ટ્રમ્પ

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓમાનને ધમકી આપી છે કે જો તે હોર્મુઝની ખાડીના સંચાલન અંગે ઈરાન સાથે ડીલ કરશે તો અમેરિકા તેના પર બોમ્બમારો કરતા અચકાશે નહીં. ઈરાન અને ઓમાન વચ્ચે આ ડીલ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ બાદ ટ્રમ્પ ભડક્યા હતા. સાઉથ કોરિયાએ ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડતા ટ્રમ્પે સંયુક્ત લશ્કરી કવાયતનું કદ ઘટાડવા આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ ખાડી મુદ્દે ઈરાન સાથે ડીલ કરશો તો ઓમાન પર બોમ્બ ફેંકીશું : ટ્રમ્પ

Iran and USA War Updates : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો હોર્મુઝની ખાડીમાં ઇરાનના જહાજોને અટકાવવામાં ઓમાન વચ્ચે પડયું તો અમેરિકા તેના પર પણ બોમ્બમારો કરતાં નહીં ખચકાય. ટ્રમ્પે ધ ફોક્સ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો ઇરાન સામેની કાર્યવાહીમાં ઓમાન અમારા રસ્તામાં આવ્યું તો અમે તેના પર પણ બોમ્બમારો કરીશું.

આમ ટ્રમ્પની ધમકીએ ફરીથી પાછું મધ્યપૂર્વેને હચમચાવી નાખ્યું છે. તેમણે આ વાત ઇરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝની ખાડીના સંયુક્ત સંચાલનને લઈને મંત્રણા ચાલી રહી છે તેના સંદર્ભમાં જણાવી હતી. ટ્રમ્પે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇરાને શરણાગતિનો શ્વેત ધ્વજ ફરકાવી દેવો જોઈએ. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે શાંતિને લઈને મને કોઈ ઉતાવળ નથી. મધ્યવર્તી ચૂંટણીના ઇરાન યુદ્ધને લઈને મારી વિચારસરણી સાથે કોઈ લેવાદેવા નથી. અમેરિકા-ઇરાન યુદ્ધને છ મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ હજી સુધી તેને લઈને તેનો કોઈ ઉકેલ નથી.

ઉલ્લેખનીય છે કે ઇરાને જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજોનું સંચાલન કરવું તે અંગે ઓમાન સાથે સમજૂતીની નજીક છીએ. બંને દેશ આ ડીલની અંતિમ શરતો પર કામ કરી રહ્યા છે. હવે અમેરિકાને કોરાણે રાખીને આ પ્રકારનો કરાર થતો હોવાથી ટ્રમ્પ બરોબરના ભુરાંટા થયા છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે ટ્રાન્ઝિટ રુટના મેપને લઈને ઓમાન સાથે એક પ્રકારની સંમતિ સધાઈ છે. જો કે તેમણે તેની વિગતો આપી ન હતી.

ટ્રમ્પે સાઉદી અરેબિયા-તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ કરારને અત્યંત મહત્ત્વના, જબરદસ્ત અને વ્યૂહાત્મક ગણાવ્યા હતા. ટ્રમ્પે આ કરારને આ ત્રણેય દેશોના સ્વબચાવનો વધુ એક મહત્ત્વનો અર્થપૂર્ણ માર્ગ ગણાવ્યો હતો. ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર જણાવ્યું હતું કે આ ત્રણેય દેશોને સંરક્ષણ કરાર કરતાં જોઈને મને આનંદની લાગણી થઈ છે. આ બતાવે છે કે મધ્યપૂર્વ કઈ રીતે જોડે આવી રહ્યું છે. આ માટે ત્રણેય દેશોની નેતાગીરી અભિનંદનને પાત્ર છે.

આ ઉપરાંત ટ્રમ્પે સાઉથ કોરીયા સાથેની સંયુક્ત લશ્કરી કવાયતનું કદ ઘટાડવા આહવાન કર્યુ હતુ. ંસાઉથ કોરીયાએ ઇરાનને ડીન્યુક્લિયરાઇઝ કરવાના ટ્રમ્પના પ્રયત્નમાં જોડાવવાનો ઇન્કાર કર્યા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું. તેણે ઉમેર્યુ હતું કેવ ાસ્તવમાં આ પ્રકારની કવાયતોને કોઈ અર્થ નથી. તેને બંધ કરવી જોઈએ. હવે હાલમાં આ કવાયત બંધ કરવામાં ઘણું મોડું થઈ ગયું છે, તેથી તે રદ ન થઈ શકે તો તેના કદમાં ઘટાડો કરવો જોઈએ. ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં તાજેતરમાં જ સાઉથ કોરીયાના પ્રમુખને ઇરાનને ડીન્યુક્લિરાઇઝ કરવાના પ્રયત્નમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે ઇન્કાર કર્યો હતો.

યમનમાં આકરી કાર્યવાહી: સંખ્યાબંધ હુથીઓના મોતની સંભાવના

સના : યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર હુથીઓ પર ત્રાટકી છે. હુથીઓના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન 181 લશ્કરી અભિયાન ચલાવવામાં આવ્યા. તેમા બંને તરફથી ભયંકર ગોળીબાર થયો. સરકારના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડ્રોન, આર્ટિલરી અને રોકેટ લોન્ચરોથી હુથી ઠેકાણાઓ પર, લશ્કરી વાહનો પર અને અન્ય મહત્ત્વના સ્થાનો પર હુમલા કરવામાં આવ્યા. તેમા કેટલાય ડઝન હુથી માર્યા ગયા.

હુથી કબ્જાવાળા સાત પ્રાંતમાં લશ્કરી સરંજામને ભારે નુકસાન પહોંચ્યું છે. હુથીએ તેના જવાબ રુપે નજીકના શહેરોમાં ત્રણ બેલિસ્ટિક મિસાઇલ છોડી છે. તેના લીધે થયેલા નુકસાનનો પતો લગાવી શકાયો નથી.