World

બેન્જામિન નેતન્યાહૂ વડાપ્રધાન બનશે કે નહીં?, ઇઝરાયલના આ 2 મુસ્લિમ નેતાઓ પર મદાર!

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
ઇઝરાયલ ચૂંટણીમાં કોઈ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી ન મળતાં રાજકીય અનિશ્ચિતતા છવાઈ છે. વડાપ્રધાન નેતન્યાહૂની પાર્ટી 55 બેઠકો મેળવી શકે છે, જ્યારે વિપક્ષને 49 બેઠકોનો અંદાજ છે. આ સંજોગોમાં આરબ સમર્થિત 2 નેતાઓ, યુસુફ જબરીન (12 બેઠકો) અને મન્સૂર અબ્બાસ (4 બેઠકો), સરકાર રચવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. વ્હાઇટ હાઉસ પણ નેતન્યાહૂ અને વિપક્ષ વચ્ચે ગઠબંધન કરાવવા સક્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્જામિન નેતન્યાહૂ વડાપ્રધાન બનશે કે નહીં?, ઇઝરાયલના આ 2 મુસ્લિમ નેતાઓ પર મદાર!

Will Benjamin Netanyahu Become PM Israel Election: ઇઝરાયલની સંસદ 'નેસેટ'માં બેન્જામિન નેતન્યાહૂના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં યુસુફ જબરીન અને મન્સૂર અબ્બાસ પર તમામની નજરો ટકેલી છે. ઇઝરાયલ ચૂંટણી પછી જાહેર થયેલા એક્ઝિટ પોલે બે બાબતો સ્પષ્ટ કરી દીધી છે, પહેલી નેસેટમાં આ વખતે પણ કોઈ ગઠબંધનને પૂર્ણ બહુમતી નથી મળી રહી, અને બીજું, ટ્રમ્પના સમર્થન છતાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એકલા હાથે સરકાર બનાવી શકતા નથી.

ઇઝરાયલ ચૂંટણીમાં એક્ઝિટ પોલના આંકડા

'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ'ના રિપોર્ટ મુજબ, નેતન્યાહૂ ગઠબંધનને 55 બેઠકો પર જીત મળી શકે છે, જ્યારે તેમના વિરોધી આઇઝનકોટ ગઠબંધનને 49 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, અસ્તિત્વ ધરાવતી બે આરબ સમર્થિત પાર્ટીઓને 16 બેઠકો પર સરસાઈ મળી રહી છે.

આ 2 મુસ્લિમ નેતાઓ પાસે સત્તાની ચાવી

યુસુફ જબરીન: જોઇન્ટ લિસ્ટના નેતા યુસુફ જબરીનના ગઠબંધનને 12 બેઠકો મળતી દેખાય છે. જબરીન ઇઝરાયલી રાજકારણમાં નેતન્યાહૂના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. ચૂંટણી પરિણામો બાદ તેઓ જે પક્ષને ટેકો આપશે, તેની સરકાર સત્તા પર આવી શકે છે.

મન્સૂર અબ્બાસ: RAM ગઠબંધનના નેતા મન્સૂર અબ્બાસની પાર્ટીને 4 બેઠકો પર જીત મળવાનો અંદાજ છે. અબ્બાસ જો યુસુફ જબરીન સાથે મળીને કોઈ તરફ ઝૂકશે તો પરિણામો પર મોટી અસર પડશે.

વ્હાઇટ હાઉસ ત્રીજું સમીકરણ રચવા સક્રિય

'વોશિંગ્ટન પોસ્ટ'ના જણાવ્યા મુજબ, વ્હાઇટ હાઉસ નેતન્યાહૂ અને આઇઝનકોટ વચ્ચે ગઠબંધન કરાવવાના પ્રયાસ કરી રહ્યું છે, જેથી તાજેતરના ઈરાન વિવાદ વચ્ચે ઇઝરાયલની સ્થિતિ મજબૂત રહે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક્ઝિટ પોલના આંકડા બાદ પોતે જીતી રહ્યા હોવાનો દાવો કર્યો છે.