અમેરિકાનાં રેનો શહેરમાં જંગલની આગ 10,500 એકરમાં ફેલાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેનો : ઝડપથી આગળ વધી રહેલ જંગલની આગ 'હોક ફાયર' રવિવાર સવારે સિએરાનાં પર્વતોથી રેનો શહેરનાં કેન્દ્રની તરફ આગળ વધી હતી અને ૧૦,૫૦૦ એકરથી વધારે વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી.
આગને અંકુશમાં લેવા ૪૦૦ કર્મચારીઓ કાર્યરત ૧૦,૦૦૦ મકાનોમાં વીજ પુરવઠો ઠપ
૧૪,૦૦૦ મકાનોને ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. વાશો કાઉન્ટી, નેવાડાનાં ઇમરજન્સી અધિકારીઓએ લોકોને રહેવા માટે રેનો સ્પાર્ક્સ કન્વેન્શન સેન્ટર ખોલી નાખ્યું છે.
જો કે અધિકારીઓએ જણાવ્યું છે કે આ સેન્ટરમાં પાલતુ પ્રાણીઓને સાથે લાવી શકાશે નહીં. નાના અને મોટા પ્રાણીઓને અલગ અલગ જગ્યાઓ પર મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આગ શનિવારે શરૂ થઇ હતી જો કે ઝડપી પવનોને કારણે અને સૂકી વનસ્પતિને કારણે આગ ઝડપથી આગળ વધી હતી. આગને અંકુશમાં લેવા માટે હાલ ૪૦૦ કર્મચારીઓ કાર્યરત છે.
રવિવારે વાશો કાઉન્ટીમાં લગભગ ૧૦,૦૦૦ મકાનોમાં વીજળી ન હતી. આગને કારણે ઉત્તર દક્ષિણને જોડનારા મુખ્ય હાઇવે, યુએસ રૂટ ૩૯૫નાં કેટલાક ભાગ બંધ કરી દેવામાં આવ્યા હતાં. અનેક વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવાનો પણ આદેશ અપાયો હતો.









