નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં બોલવા પહોંચ્યા ત્યારે અનેક પ્રતિનિધિઓ ચાલ્યા ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પનાં નેતૃત્વની નેતન્યાહૂએ ભારોભાર પ્રશંસા કરી
- 'તેઓ નૈતિક નપુંસકો છે' ઈઝરાયેલી વડાપ્રધાને ચાબખા માર્યા : ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાની ઉપર તો ઝનૂનથી તૂટી પડયા
ન્યૂયોર્ક, સંયુક્ત રાષ્ટ્રો : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્રોની ૮૧મી મહાસભામાં વક્તવ્ય આપવા ડાયસ ઉપર પહોંચ્યા ત્યારે કેટલાયે દેશોના પ્રતિનિધિઓ નાટકીય રીતે મહાસભા છોડી ચાલ્યા ગયા હતા.
આ નાટકીય ઘટનાનો તેટલો જ કઠોર પ્રતિભાવ આપતાં આ યહૂદી નેતાએ કહ્યું હતું કે 'હું વકતવ્ય શરૂ કરૃં તે પૂર્વે એક મહત્વની જાહેરાત' હજી પણ અહીં કોઈ નૈતિક બાયલાઓ રહ્યાં હોય તો જલ્દીમાં જલ્દી આ હોલ છોડી ચાલ્યા જાય. તમારો ઘણો આભાર.
આ પછી તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓના દેશની થઈ રહેલી ટીકા સામે સખતનો બચાવ કર્યો હતો. સાથે વ્યાપી રહેલાં એન્ટી- સેમિટીઝમ (યહુદી વિરોધી વલણ)ની ઉગ્ર ટીકા કરતાં તેમણે કહ્યું કે આટ-આટલાં વિરોધો વચ્ચે પણ અમે અડીખમ ઊભા રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું દુનિયાના આ એન્ટી સેમિનાઇટસ અમારા લોકોને ભયભીત કરવા માગે છે. મારી પાસે તો તે સમયથી માહિતી છે કે જ્યારે કોઈપણ રક્ષણ વિનાના યહૂદીઓની કતલ થતી હતી. આજે અમારા લોકો તેમનું રક્ષણ કરવા અડીખમ ઉભા છે. મારો તેઓને સંદેશો છે કે ભયભીત થશો નહીં, સામા થાવ, જે કોઈ સત્ય અને ન્યાયનું રક્ષણ કરવા માગે છે, તેઓ અમારી સાથે આવે અને જે બાર્બેટિયન્સ આપણાં સમાન સમાજ સામે ભીતિરૂપ છે. તેમનો સામનો કરો.
નેતન્યાહૂએ આ વિધાનો તેવે સમયે કર્યાં હતાં કે, જ્યારે ગાઝાપટ્ટી અને વેસ્ટ જોર્ડનમાં ઈઝરાયલી દળો દ્વારા હત્યાકાંડ આચરવામાં આવી રહ્યો છે, તેવા આક્ષેપો ઈઝરાયલ ઉપર થઈ રહ્યા છે.
પોતાનાં આ વક્તવ્યમાં નેતન્યાહૂએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારોભાર પ્રશંસા કરી હતી, અને તેઓની 'બોલ્ડ લીડરશિપ'ને પણ વખાણી હતી. અને કહ્યું હતું કે, 'ઈઝરાયલ અને અમેરિકા માત્ર પોતાને જ બચાવવા સાથે મળી કાર્યરત' નથી થયા, પરંતુ આપણા સમાજને બચાવવા સાથે મળી કાર્યરત બન્યા છે.
ન્યૂયોર્કના મેયર ઝોહરાન આમદાનીને પણ તેઓએ ઝપટમાં લઈ લીધા. તે સર્વવિદિત છે કે મામદાની ઈઝરાયલના ઉગ્ર ટીકાકાર છે. તેમની ઉપર પ્રહારો કરતાં નેતન્યાહૂએ કહ્યું 'મિ. મામદાની જ્યારથી તમો આ શહેર (ન્યૂયોર્ક)ના મેયરપદે ચૂંટાયા ત્યારથી યહૂદીઓ પોતાને અસલામત માને છે, તેઓ મને કહે છે કે હવે આ શહેર પહેલાં હતું તેવું રહ્યું નથી, તે અચાનક બદલાઈ ગયું છે.' નેતન્યાહૂએ આગળ કહ્યું : 'તમે હસન પીકેર જેવાને તમારા મિત્ર સમાન માનો છો. આ તે જ હસન પિકરે છે કે જેમણે કહ્યું હતું કે, અમેરિકા ૯/૧૧ને લાગતું જ હતું.'
આમ આ યહૂદી નેતાએ ઈઝરાયલ અને યહૂદીઓનો બચાવ કરવા સાથે વળતા પ્રહારો કરતાં કહ્યું હતું કે ત્યાં શાંતિ જ પ્રવર્તતી હતી, પરંતુ ઓક્ટો. ૭ પછી (જ્યારે હમાસે દક્ષિણ ઈઝરાયલમાં હુમલો કર્યો) અશાંતિ વ્યાપી રહી છે. તો બીજી તરફ તમારા (મામદાનીનાં) પત્ની તો ઈઝરાયલની અસ્તિત્વ સામે જ પ્રશ્ન ઉઠાવે છે.
આમ આ યહૂદી નેતા વિશ્વ મંચ (યુ.એન) ઉપર ખરેખરા ખૂન્નસભર્યાં આક્રમણ ઉપર ઉતરી ગયા હતા.




