World

તાઈવાનનો 'ટી-ડૉમ' શું છે ? તેનાથી ચાયના શા માટે મુંઝાઈ રહ્યું છે ?

By GS TEAM
1 Dec 20253 mins read
તાઈવાનનો 'ટી-ડૉમ' શું છે ? તેનાથી ચાયના શા માટે મુંઝાઈ રહ્યું છે ?

- યો ટી-ડોલ ઈઝરાયલના અર્વિન-ડોમ કરતાં વધુ સક્ષમ છે

- તાઈવાને 40 બિલિયન ડોલરનું સંરક્ષણ બજેટ બનાવ્યું છે જેમાં ટી-ડોમ આવૃત્ત છે, ને બહુ આયામી સંરક્ષણ વ્યવસ્થા સમાન છે

તાઇપી : તાઈવાને તેની સંરક્ષણ ક્ષમતા વધારવા નિર્ણય કર્યો છે. ચીનના સતત તોળાઈ રહેલા ભયને લીધે અને તેના ડીફેન્સ બજેટમાં ૪૦ બિલિયન ડોલર્સનો વધારો કરવાનું છે. જે આગામી ૮ વર્ષમાં વાપરવામાં આવશે. તેમાં બહુ-આયામી તેવી ટી-ડોમ નામક એર-ડીફેન્સ સીસ્ટીમ કેન્દ્ર સ્થાને છે. જે ચીનમાંથી આવતા ફાયટર જેટસ, બેલાસ્ટિક મિસાઇલ્સ, ક્રૂઝ-મિસાઇલ્સ અને ડ્રોન એટેક્સની ધમકીને પહોંચી વળવા સક્ષમ હશે.

તાઈવાનને ભીતિ છે કે ચીન ગમે ત્યારે હુમલો કરવા તત્પર બન્યું છે તેથી તેણે ૪૦ બિલિયન ડોલરનું સ્પેશ્યલ ડીફેન્સ બજેટ તૈયાર કર્યું છે જે તેની જીડીપીના ૫ ટકા જેટલું છે.

૨૦૨૬ માટે તાઈવાને તેના રેગ્યુલર ડીફેન્સ બજેટમાં ડોલર ૩૧.૧૮ બિલિયનનો વધારો કર્યો છે. આથી તેના ડીફેન્સ બજેટ માટે જીડીપીના ૩.૩% જેટલો ખર્ચ કરવા નિર્ણય કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટને આ માહીતી આપતાં પ્રમુખ લાઈએ જણાવ્યું હતું કે, આ ડીફેન્સ બજેટનો મોટો ભાગ યુએસ પાસેથી એડવાન્સ્ડ વેપન સીસ્ટીમ્સ ખરીદવામાં વપરાશે. અમે એમેરિકા સાથે  સંરક્ષણ સહકાર પણ સ્થાપ્યો છે.

વાસ્તવમાં પ્રમુખ લીએ ઓકટોબર ૧૦ના દિવસે જ ટી-ડોમ પ્રોજેક્ટ જાહેર કર્યો હતો. જે ઈઝરાયલના આયર્ન -ડોમ કરતાં પણ વધુ સક્ષમ હશે.

તાઈ-પી સ્થિત ડીફેન્સ એનેલીસ્ટ જુ માઇકલ કોલે જણાવ્યું હતું કે, આ ટી-ડોમમાં ટૂંકા અંતરના પરંતુ સક્ષમ તેમાં શોર્ટ રેન્જ રોકેટસ રહેશે. તે ફાયટર જેટસ ડ્રોન્સ, ક્રૂઝ-મિસાઇલ્સ અને બેલાસ્ટિક મિસાઇલ્સને તોડી પાડવા સક્ષમ રહેશે. તેથી ચીન તરફથી આવતા હવાઈ આક્રમણને અધવચ્ચે જ ખતમ કરી શકાશે.

તાઈવાન પાસે અત્યારે જ અમેરિકી બનાવટના પેટ્રિયટ- પીએસી ૩ પ્રકારના મિસાઇલ્સ છે. ઉપરાંત તાઈવાનમાં જ બનાવેલા સ્કાઈ-બો, તિયેન-કુંગ ૩ મિસાઇલ્સ સીસ્ટીમ્સ પણ છે. હવે તે યુએસ સાથે એનએએસએએમએસ પ્રકારના ખતરનાક મિસાઇલ્સનો સમગ્ર સિસ્ટમ્સ સાથે સોદો કર્યો છે.

તાઈવાનનો ટી-ડોમ તે આ સમગ્ર સીસ્ટીમનું સંકલન છે. તેમાં એડવાન્સ્ડ રેડાર્સ, સેન્સર્સ અને કમાન્ડ સેન્ટર્સ પણ આવૃત્ત છે. આ રીતે તાઈવાન ઝડપભેર તેની સંરક્ષણ છત્રી રચી રહ્યું છે. ડીફેન્સ એક્ષપર્ટ સુ ત્ઝૂ-યૂન કહે છે, તે ટી-ડોમની બે વિશિષ્ટતાઓ છે.

(૧) કમાન્ડ એન્ડ કંટ્રોલ નેટવર્ક, ફાસ્ટ ડીરેકશન, રેડાર અને રીયલ ટાઇમ ડીસીશન્સ કે જે સમયે ઇન્ટર સેપ્ટર્સ લોન્ચ કરવાના હોય. (૨) ઇન્ટર-સેપ્ટર લેયર્સ : જેમાં બહુવિધ મિસાઇલ્સ ટાપુની વચ્ચે રહેલી નાની પર્વતમાળા પર એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી કોઈ પણ બાજુએથી થતા હવાઈ હુમલાને ખાળી શકાય.

તાઈવાન આ તૈયારીઓ એટલા માટે કરી રહ્યું છે કે, તેને ભીતિ છે કે ચીન ગમે ત્યારે હુમલો કરશે. તાઈવાનની મુંઝવણ તે છે કે તેની પાસે સંરક્ષણ સાધનો ઘણા છે, છતાં તે ચીન પાસે રહેલા લશ્કરી સાધનોના પ્રમાણમાં ઘણા ઓછા પણ છે. પરંતુ અમેરિકા સાથેના સોદાથી તેની આ મર્યાદા રહેશે નહીં માટે, તે બરોબર ટક્કર પહેલા જ આક્રમણમાં આવી શકશે. પછી સંભવ પણે છે કે યુએસ તાઈવાન સહાયે દોડે આમાં બહુવિધ કારણોસર હવે ચીન મુંઝાયું છે.