Get The App

'સરમત' શું છે ? જેને પુતિન દુનિયાનું સૌથી ખતરનાક એટમ-બૉમ્બથી સજ્જ શસ્ત્ર તરીકે કરે છે

આ મિસાઇલની રેન્જ ૩૫,૦૦૦ કી.મી.થી વધુ છે પશ્ચિમના કોઈપણ મિસાઇલ કરતા તેની મારક શક્તિ ચાર ગણી છે

આ મિસાઇલની રેન્જ ૩૫,૦૦૦ કી.મી.થી વધુ છે પશ્ચિમના કોઈપણ મિસાઇલ કરતા તેની મારક શક્તિ ચાર ગણી છે

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
'સરમત' શું છે ? જેને પુતિન દુનિયાનું સૌથી ખતરનાક એટમ-બૉમ્બથી સજ્જ શસ્ત્ર તરીકે કરે છે 1 - image

ટ્રમ્પની ચીન યાત્રા સમયે જ પુતિનનો વિસ્ફોટ

આ મિસાઇલની રેન્જ ૩૫,૦૦૦ કી.મી.થી વધુ છે પશ્ચિમના કોઈપણ મિસાઇલ કરતા તેની મારક શક્તિ ચાર ગણી છે

મોસ્કો : પ્રમુખ પુતિને તાજેતરમાં જ જણાવ્યું હતું કે, યુક્રેન યુદ્ધ હવે ખતમ થવા તરફ જઈ રહ્યું છે. રશિયાએ દુનિયાને પોતાની પરમાણુ શક્તિ દેખાડી દીધી છે. તેણે પોતાના નવા ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ (આઇ.સી.બી.એમ.) 'સરમત'નું સફળ પરીક્ષણ કરી લીધું છે.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખ ટ્રમ્પ ચીનની ત્રણ દિવસની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે જ પ્રમુખ પુતિને આ વિસ્ફોટ કર્યો છે.

હજી હમણાં જ યુક્રેનમાં યુદ્ધ બંધ થવાની વાત કરનારા પ્રમુખ પુતિને આ વિસ્ફોટ કર્યો છે. હજી હમણાં જ યુક્રેનમાં યુદ્ધ બંધ થવાની વાત કરનાર પ્રમુખ પુતિને દુનિયાને પોતાની પરમાણુ શક્તિ દર્શાવી રહ્યા છે. આ મિસાઇલ સેર્સ-૨ના નામથી પણ ઓળખવામાં આવે છે. અને તેને દુનિયાનું સૌથી શક્તિશાળી મિસાઇલ તરીકે કહ્યું છે. તેની મારક ક્ષમતા પશ્ચિમમાં કોઈ પણ 'આઇ.સી.બી.એમ.' કરતા ચાર ગણી વધુ છે.ચ

જાણકારો કહે છે કે, આ વર્ષના અંત સુધીમાં આ મિસાઇલ સેનામાં સામેલ કરવામાં આવશે. તેની રેન્જ ૩૫,૦૦૦ કી.મી.ની છે જે અમેરિકાના કોઈપણ ખુણામાં આ મિસાઇલ ધાર્યું નિશાન પાડી શકે તેમ છે.

અત્યારે રશિયા તેના આઇસીબીએમ માસ્ક એર સમરતના જૂના ૪૦-આર-૩૬ એમ વૉટની મિસાઇલના સ્થાને મૂકવામાં આવશે. આ નવા મિસાઇલ ૨૦૧૧માં બનાવવાનું શરૂ કરાયું હતું. ૨૦૨૪માં તેનું અસફળ પરીક્ષણ થયું પરંતુ મંગળવારે તેનું સફળ પરીક્ષણ થયું હતું. ૨૦૨૪માં તો તે મિસાઇલ ઉાડાડતા જ તેમાં વિસ્ફોટ થયો હતો. હવે તે બધી ક્ષતિઓ દૂર કરાઈ ગઈ છે.

પુતિન જણાવે છે કે, આ મિસાઇલને રોકી શકે તેવી પશ્ચિમ પાસે કોઈ રક્ષણાત્મક વ્યવસ્થા જ નથી. દુનિયામાં આ સૌથી શક્તિશાળી મિસાઇલ આ વર્ષના અંત સુધીમાં રશિયાની સેનાઓને સોંપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા દૂર કરવા માટેની સંધિ આ વર્ષના ફેબુ્રઆરીમાં જ પૂરી થઈ ગઈ છે. તે પછી અંતે દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થવાની ભીતિ વધી ગઈ છે. પ્રમુખ પુતિને કહ્યું હતું કે, રશિયા કેટલાયે એટમિક વોરહેડ સામેના બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરી ચૂક્યું છે. તેના બચાવમાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે, તેમ કરવું સ્વરક્ષણ માટેની અમારી મજબૂરી છે સાથે રણનીતિક સંતુલન જાળવવા માટે પણ તે અનિવાર્ય છે.