World

'ઈરાનના ન્યૂક્લિયર બંકર પર હુમલો કરીશું...', ટ્રમ્પે પિકેક્સ માઉન્ટેનનું નામ લઈ ઉચ્ચારી ધમકી

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ વધુ વકર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું કે, અમેરિકા ઇરાનના 'પિકેક્સ માઉન્ટેન' પર હુમલો કરી શકે છે. ઇરાનના નતાંજ યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર પાસે આવેલો આ પહાડ, જમીનની અંદર 2 સુરંગ સંકુલ ધરાવે છે. વિશ્લેષકો માને છે કે અહીં ઇરાને પોતાનો ગુપ્ત યુરેનિયમ પ્લાન્ટ છુપાવ્યો છે. અમેરિકાએ આ સ્થળને તબાહ કરવાનો વોર પ્લાન તૈયાર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈરાનના ન્યૂક્લિયર બંકર પર હુમલો કરીશું...', ટ્રમ્પે પિકેક્સ માઉન્ટેનનું નામ લઈ ઉચ્ચારી ધમકી

US-Iran Conflict and Pickaxe Mountain Threats : અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક દિશામાં આગળ વધી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકા ઇરાનના 'પિકેક્સ માઉન્ટેન' (Pickaxe Mountain) પર ટૂંક સમયમાં હુમલો કરી શકે છે. ટ્રમ્પ અગાઉ પણ આ પહાડ અને તેના પરમાણુ ઠેકાણાઓને નિશાનો બનાવવાની ધમકી આપી ચૂક્યા છે.

શું છે પિકેક્સ માઉન્ટેનની ખાસિયત?

પિકેક્સ માઉન્ટેન ઇરાનના નતાંજ યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર પાસે આવેલું છે, જ્યાં જમીનની અંદર ખૂબ જ ઊંડે બે સુરંગ સંકુલ તૈયાર કરવામાં આવ્યા છે. વિશ્લેષકોના મતે આ એક અત્યંત મજબૂત અને કિલ્લેબંધી ધરાવતી જગ્યા છે. એવું માનવામાં આવે છે કે આ પહાડ નીચે ઇરાને પોતાનો સીક્રેટ યુરેનિયમ એનરિચમેન્ટ પ્લાન્ટ અથવા પરમાણુ હથિયાર બનાવવા યોગ્ય યુરેનિયમનો સુરક્ષિત ભંડાર છુપાવી રાખ્યો છે.

અમેરિકાનો વોર પ્લાન તૈયાર

નતાંજ ન્યુક્લિયર સાઇટથી માત્ર 2 કિલોમીટર દૂર સ્થિત આ વિશાળ ટનલ કોમ્પ્લેક્સને તબાહ કરવા માટે અમેરિકન સેનાએ ખતરનાક વોર પ્લાન તૈયાર કર્યો છે. આ જગ્યા ઇરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા એવા થોડા ઠેકાણાઓમાંથી એક છે, જેને અત્યાર સુધી અમેરિકા કે ઇઝરાયેલે નિશાનો બનાવ્યો નથી. હવે ટ્રમ્પ તેને 'ન્યુક્લિયર બંકર' ગણાવીને ફરી હુમલો કરવાની વાત કરી રહ્યા છે.

સંઘર્ષને ટ્રમ્પે ગણાવ્યો 'નાની વાત'

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે ઇરાન સાથેના ચાલુ સંઘર્ષને એક નાની વાત ગણાવી હતી. વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સનો બચાવ કરતા તેમણે કહ્યું કે મિડલ ઇસ્ટમાં મહિનાઓથી ચાલી રહેલા આ હુમલાઓ કોઈ મોટું 'યુદ્ધ' નથી પરંતુ માત્ર એક સૈન્ય સંઘર્ષ છે. તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળના અન્ય અમેરિકન યુદ્ધોની સરખામણીમાં આ સંઘર્ષમાં અમેરિકન જવાનોના મોતના આંકડા ખૂબ જ ઓછા છે.