World

વ્લાદીમીર પુતિનના નિકટવર્તીએ ટ્રમ્પના પુત્રનાં લગ્નનો ખર્ચ ઊઠાવ્યો હતો

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને બેટિના એન્ડરસનના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. બેટિનાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, બહામાસમાં યોજાયેલા 2 દિવસીય લગ્નનો ખર્ચ રશિયન અબજોપતિ ઉમર ક્રેમલેવે ઉઠાવ્યો હતો, જે પુતિનના નજીકના મનાય છે. આ બાબતે અમેરિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વ્લાદીમીર પુતિનના નિકટવર્તીએ ટ્રમ્પના પુત્રનાં લગ્નનો ખર્ચ ઊઠાવ્યો હતો
  • ટ્રમ્પનાં પુત્રવધુએ જ ધજાગરા ઊડાડયા
  • ડૉનાલ્ડ ટ્રમ્પ જુનિયરનાં લગ્ન, બેટીના એન્ડરસન સાથે થયાં બહમાસમાં બે દિવસનો જશ્ન ચાલ્યો તે બધો ખર્ચ ક્રેમલેવે ઉઠાવ્યો

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રવધુ બેટીને જણાવ્યું હતું કે તેઓનાં લગ્નના ખર્ચનો મોટો ભાગ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનના નિકટવર્તી મનાતા ક્રેમલેવે ઊઠાવ્યો હતો. ગત મે મહિનામાં ડૉનાલ્ડ ટ્રમ્પ અને બેટિના એન્ડરસનનાં લગ્ન થયાં. બેટીનાએ ઇન્સ્ટાગ્રામ પેજ પર કરેલા પોસ્ટમાં જણાવ્યું કે, રશિયાના એક અબજોપતિ અને પુતિનના નિકટવર્તી ઉમર ક્રેમલેવે ઉઠાવ્યો હતો. તેઓએ દરિયાદીલીથી બે રાત સુધી ચાલેલા જશ્નની મિજબાની કરી હતી. તેણે વધુમાં લખ્યું કે તેઓ અમારા પણ મિત્ર બની રહ્યા હતા, અને તેમણે આ ખર્ચ ઉઠાવ્યો.
પ્રો-પબ્લિકા નામક એક સ્વૈચ્છિક વેબસાઇટે આ માહિતી આપી હતી. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બાહમાસમાં બે રાત સુધી આ જશ્ન ચાલ્યો હતો. તેનો બધો જ ખર્ચ ક્રેમલેવે ઉઠાવ્યો હતો.
આ અબજોપતિ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના સભ્ય છે. તેઓ બોક્સિંગ બાઉટસ પણ નક્કી કરે છે. તેઓ પુતિનના નિકટવર્તી છે અને તે મિત્રતાનો પૂરો ફાયદો ઉઠાવે છે. તેના વેપાર ધંધામાં રશિયન સત્તાનું સમર્થન મળે છે, તેથી તો તેઓને રશિયામાં 'ઓલિગાર્ક' કહેવામાં આવે છે.
આ અંગે એક વિશ્લેષકે ટીકા કરતાં કહ્યું હતું કે શું રશિયા હોય કે અમેરિકા હોય બધે જ આવું ચાલ્યા જ કરતું હોય છે. કાગડા બધે જ કાળા હોય છે. આ બધો આડકતરો ભ્રષ્ટાચાર નથી તો બીજું શું છે ?