World

VIDEO : ચીનમાં 109 માળની બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું, ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
બીજિંગમાં એક નાનું વિમાન 109 માળની 'સિટિક ટાવર' સાથે અથડાઈને ક્રેશ થયું છે. B-12PP લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ સાંજે 5:40 વાગ્યે લેન્ડિંગ પહેલાં રસ્તો ભટકી ગયું હતું. પાયલોટ એકલો જ સવાર હતો, જેણે અડધા કલાક પહેલાં શિફોસી એરપોર્ટથી ઉડાન ભરી હતી. દુર્ઘટનામાં ઇમારતને નુકસાન થયું છે અને કાટમાળ વિખરાયો છે. બચાવ કામગીરી શરૂ, જોકે જાનહાનિની સત્તાવાર માહિતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ચીનમાં 109 માળની બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું, ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા

Beijing Plane Crash : ચીનની રાજધાની બીજિંગમાં એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીંની સૌથી ઊંચી 109 માળની ગગનચુંબી ઇમારત 'સિટિક ટાવર' (ચાઇના ઝૂન) સાથે એક નાનું પ્લેન ટકરાઈને ક્રેશ થયું છે. આ ભયાનક અકસ્માતના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઇમારતમાં મોટું ગાબડું અને કાટમાળ

1700 ફૂટ ઊંચી આ ઇમારત સાથે ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનના પરખચ્ચા ઊડી ગયા હતા. વિમાન અથડાવાને કારણે બિલ્ડિંગની બારીઓ તૂટી ગઈ હતી અને ટાવરની એક બાજુ મોટું ગાબડું પડી ગયું છે. અકસ્માત બાદ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લેનનો કાટમાળ વિખરાઈ ગયો હતો અને ત્યાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

લેન્ડિંગ પહેલાં પાયલોટ રસ્તો ભટક્યો

અહેવાલો અનુસાર, આ B-12PP લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ સ્થાનિક એવિએશન કંપનીનું હતું, જેમાં પાયલોટ એકલો જ સવાર હતો. તેણે અકસ્માતના અડધા કલાક પહેલાં જ શિફોસી એરપોર્ટથી ઉડાન ભરી હતી. સાંજે 5:40 વાગ્યે પ્લેન પરત એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની તૈયારીમાં હતું, પરંતુ તે પોતાના નક્કી કરેલા રૂટ પરથી ભટકી ગયું હતું. ઇસ્ટ ફિફ્થ રિંગ રોડ નજીક તેનો સિગ્નલ તૂટી ગયો અને સંપર્ક કપાઈ ગયો હતો. Flightradar24 ના ડેટાએ પણ પુષ્ટિ કરી છે કે વિમાન પોતાના રસ્તા પરથી ઘણું દૂર નીકળી ગયું હતું.

ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ

અકસ્માત બાદ બીજિંગની રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સની ગાડીઓ ટાવર પાસે તૈનાત કરી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ઇમારતમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જેઓ નીચે રસ્તા પર જમા થયા હતા. જો કે, આ દુર્ઘટનામાં કેટલી જાનહાનિ થઈ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.