World
વેનેઝુએલાને 9.5 લાખ કરોડ ડોલરના નુકસાનની આશંકા
By GS Team
27 Jun 20263 mins read
વેનેઝુએલાના લા ગ્વેરા વિસ્તારમાં આવેલા ભયાવહ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો છે. 4,300થી વધુ લોકો ઘાયલ થયા, જ્યારે 39,000થી વધુ લાપતા છે. 250થી વધુ ઇમારતો ધરાશાયી થતા હજારો લોકો કાટમાળ નીચે દટાયાની આશંકા છે. યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય ચાલુ છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વેનેઝુએલાના લા ગ્વેરા વિસ્તારમાં આવેલા ભયાવહ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો છે. 4,300થી વધુ લોકો ઘાયલ થયા, જ્યારે 39,000થી વધુ લાપતા છે. 250થી વધુ ઇમારતો ધરાશાયી થતા હજારો લોકો કાટમાળ નીચે દટાયાની આશંકા છે. યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય ચાલુ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ભૂકંપનો મૃત્યુઆંક વધીને 920 : 39,000થી પણ વધુ લોકો લાપતા, 70,000 પરિવાર અસરગ્રસ્ત
- 30 આફ્ટરશોક્સ આવ્યા, 4300થી વધુ ઈજાગ્રસ્ત : 250થી વધુ ઈમારતો તૂટી પડી, કાટમાળ નીચે હજારો દટાયાની આશંકા
- સેંકડો લોકોએ લાપતા પરિવારજનોને શોધવા સોશિયલ મીડિયાનો સહારો લીધો : કાટમાળ નીચેથી અનેક લોકોના મદદ માટે પોકાર
લા ગ્વેરા : દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે આવેલા બે ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ૯૨૦ થઈ ગયો છે અને ૪,૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિનાશક ભૂકંપ પછી હવે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વેનેઝુએલામાં લા ગ્વેરા વિસ્તારમાં ભૂકંપના કારણે સૌથી વધુ વિનાશ સર્જાયો છે. સેંકડો ઈમારતો તૂટી પડી છે. ઈમારતોના કાટમાળ નીચે હજારો લોકો દટાયા હોવાની આશંકા છે. અનેક ઈમારતો નીચે ફસાયેલા લોકો મદદ માટે પોકાર કરી રહ્યા છે. સરકારી સૂત્રો મુજબ ભૂકંપ બાદ ૨૫૦થી વધુ ઈમારતો તૂટી પડી છે અને ૩૯,૦૦૦ લોકો લાપતા છે. ભૂકંપથી વેનેઝુએલાના અર્થતંત્રને ૯.૫ લાખ કરોડ ડોલરનું નુકસાન થવાની આશંકા છે.
વેનેઝુએલામાં બુધવારે ૨૫ જૂને ૧૮૨૧ના વર્ષમાં સ્પેન સામે કારાકોબા યુદ્ધના વિજયની યાદમાં રાષ્ટ્રીય રજા હોવાથી મોટાભાગે લોકો ઘરોમાં હતા અને ફીફા વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હોવાથી જાનહાનિ વધુ થઈ છે અને ભૂકંપની ભયાનક્તાની સાચી તસવીર હજી સામે આવવાની બાકી હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. બુધવારે સાંજે આવેલા બે વિનાશકારી ભૂકંપ પછી ૩૦ આફ્ટરશોક્સ આવ્યા હતા. લા ગ્વેરામાં આવેલા દેશના સૌથી મોટા એરપોર્ટને ભારે નુકશાન થતાં અસ્થાયી સમય માટે બંધ કરી દેવાયું છે.
વેેનઝુએલામાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો હોવાથી સેંકડો લોકોએ પોતાના લાપતા પરિવારજનોને શોધવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વધુમાં ભૂકંપના ડરથી હજુ પણ લોકો ખુલ્લા પાર્ક, પાર્કિંગ લોટ અને અન્ય ખુલ્લા સ્થળો પર રાત પસાર કરી રહ્યા છે અને દિવસના સમયે પણ તેઓ ઘરોમાં જતા ડરે છે.
વેનેઝુએલામાં બચાવ અને રાહત કાર્ય દરમિયાન અનેક ચમત્કારિક બનાવો પણ જોવા મળ્યા છે. સેંકડો ટનના કાટમાળ નીચે ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક રાહત અભિયાનમાં કાટમાળમાંથી એક શિશુને બહાર કાઢવામાં આવ્યું હતું જ્યારે એક ઈમારતના કાટમાળમાંથી ૮૫ વર્ષનાં વૃદ્ધાં અને ૧૨ વર્ષના બાળકને પણ સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. જોકે, અનેક જગ્યાએ કાટમાળ નીચેથી મોટી સંખ્યામાં મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે તેમ બચાવ ટૂકડીએ જણાવ્યું હતું.
બચાવ ટૂકડીએ કાટમાળમાં દબાયેલા એક શ્વાન અને બિલાડીને પણ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનાઓએ રાહત કર્મચારીઓ અને પોતાના પરિવારજનોની શોધ કરી રહેલા લોકો માટે આશાનું કિરણ જીવંત રાખ્યું છે. અધિકારીઓ મુજબ હજારો લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે કહ્યું કે, શક્ય એટલા વધુ લોકોને જીવિત બહાર કાઢવાનો અમારો પ્રયત્ન છે. રાહત કાર્ય ઝડપી કરવા માટે ભારે મશીનોની માગ કરી છે.
વેનેઝુએલાના સ્વાસ્થ્ય મંત્રી કાર્લોસ અલ્વારાડોએ જણાવ્યું કે, ભૂકંપમાં અંદાજે ૬૦૦ લોકોના મોત થયા છે અને ૪,૩૦૦ લોકોને ઈજા પહોંચી છે અને હજારો લોકો હજુ લાપતા છે.
ગૃહમંત્રી ડિઓસડાડો કાબેલોએ કહ્યું કે, રાજધાની કારાકાસની ઉત્તરે દરિયા કાંઠાના રાજ્ય લા ગ્વેરામાં સૌથી વધુ નુકસાન થયું છે. રાજ્યમાં ૧૦૦થી વધુ ઈમારતો તૂટી પડી છે અને ૭૦,૦૦૦થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે.




