World

ઇરાન યુદ્ધ છતાં અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપવાનું ચાલુ રાખ્યું ઃ ઝેલેન્સ્કી

By GS TEAM
23 Apr 20262 mins read
ઇરાન યુદ્ધ છતાં અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપવાનું ચાલુ રાખ્યું ઃ ઝેલેન્સ્કી


(પીટીઆઇ)     કીવ, તા. ૨૩

ઇરાન યુદ્ધ છતાં અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપવાનું બંધ કર્યુ નથી તેમ યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે યુક્રેનનાં લાંબા અંતરનાં હુમલાથી રશિયન ઓઇલ ઉત્પાદન અને મેન્યુફેકચરિંગ પ્લાન્ટને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે.

 

ઝેલેન્સ્કીએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે એ જગ્યાઓ પર હુમલા કરી રહ્યાં છે  જે રશિયા માટે સૌથી વધારે પીડાદાયક છે. આ હુમલાઓને કારણે રશિયાને અબજો ડોલરનું નુકસાન થયું છે.

રશિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે યુક્રેનનાં હુમલાઓએ રશિયાની અંદર ૧૦૦૦ કિમીથી પણ વધુ દૂર આવેલા વિસ્તારોનાં ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવ્યું છે.

રશિયાએ ૨૪ ફેબુ્રઆરી, ૨૦૨૨થી યુક્રેન સામે યુદ્ધ ચાલુ કર્યુ હતું અને તે હજુ પણ ચાલી રહ્યું છે. બીજી તરફ યુક્રેન પોતાના જ દેશમાં વિકસિત ડ્રોન અને મિસાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રશિયામાં હુમલા કરી રહ્યું છે.

પ્રિન્સ હેરી કિવ પહોંચ્યા તેના થોડાક જ કલાકો પહેલા મધ્ય યુક્રેનનાં નિપ્રો શહેરમાં રશિયાએ કરેલા ડ્રોન હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે.

આ સપ્તાહની શરૃઆતમાં યુક્રેનનાં ડ્રોન હુમલાથી લાગેલી ભીષણ આગને અંકુશમાં લેવાનાં પ્રયત્નો ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યાં હતાં. આ કામગીરી માટે ફાયરબ્રિગેડનાં ૨૭૬ કર્મચારીએો તૈનાત કરવામાં આવ્યા છે.

સતત બીજા દિવસે યુક્રેને રશિયાનાં સમારા વિસ્તારને નિશાન બનાવ્યું હતું. એક અજ્ઞાાત ઔધોગિક સુવિધા પર કરવામાં આવેલા હુમલામાં એક વ્યકિતનું મોત થયું છે.