ગમે તે ઘડીએ યુદ્ધ ભડકવાની આશંકા! સેટેલાઈટ તસવીરોમાં દાવો, અમેરિકાએ ઈરાનને ઘેરી લીધું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA and Iran News : અમેરિકાએ ઇરાન પર હુમલો કરવાની તૈયારી આદરી દીધી લાગે છે. આ વાતની સાક્ષી બીજું કોઈ નહી પણ સેટેલાઇટ તસ્વીરો પૂરે છે. સેટેલાઇટ તસ્વીરોએ દર્શાવ્યું છે કે અમેરિકાએ તેના દરેક લશ્કરી થાણાઓ પર વિમાનોથી લઈને ડિફેન્સ સિસ્ટમ્સ, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સના પ્રમાણનોંધપાત્ર વધારો કર્યો છે. આવું કોઈ દેશ ત્યારે જ કરે જ્યારે તે કોઈના પર હુમલો કરવા માટેની તૈયારી કરતો હોય.
સેટેલાઇટ તસ્વીરોએ જણાવ્યું છે કે અમેરિકા મધ્યપૂર્વમાં તેની લશ્કરી ગોઠવણી વધારી રહ્યું છે. અમેરિકાએ કતારના અલ ઉદેદ, જોર્ડનના મુવાફક સાલ્ટી અને સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલ્તાન બેઝ પર ફાઇટર જેટ્સ, ટ્રાન્સપોર્ટ વિમાન અને પેટ્રિયટ સિસ્ટમ વધારી છે. આ જોતાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર હુમલાની તૈયારી દેખાઈ રહી છે. આ બતાવે છે કે મધ્યપૂર્વમાં તનાવ ચરમસીમાએ છે.
લશ્કરી નિષ્ણાતોનું કહેવું છે કે આ બધુ ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર હુમલાની તૈયારીનો ભાગ હોઈ શકે અથવા તો સ્વબચાવની તૈયારીનો પણ ભાગ હોઈ શકે. તેમા પણ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે થયેલી મુલાકાતે પણ હુમલાની સંભાવનાને બળ આપ્યુ છે. આ પહેલા પણ અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો તે વખતે પણ ટ્રમ્પ અને નેતન્યાહુ મળ્યા હતા.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ઇરાન સાથે ન્યુક્લિયર ડીલ ઇચ્છે છે અને તેની સાથે-સાથે તે ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમને પણ અટકાવવા માંગે છે, જેનો ઇરાને ઇન્કાર કર્યો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ડીલ નહીં થઈ તો સ્થિતિ અત્યંત ખરાબ થશે. આગામી હુમલો બહુ જ ખરાબ હશે. ગયા વર્ષે અમેરિકાએ ઇરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલા કર્યા હતા. આ વખતે પણ તેવી જ સ્થિતિ છે. ઇરાન પોતાની ન્યુક્લિયર સાઇટ્સને માટીથી ઢાંકી રહ્યુ છે અને ટનલ બનાવી રહ્યું છે, જે હુમલાની સંભાવના બતાવે છે.
આના દ્વારા ટ્રમ્પ તંત્રએ સંદેશો પાઠવ્યો છે કે ડીલ ન થયું તો તે યુદ્ધ માટે તૈયાર છે. આ ગોઠવણી હુમલાની તૈયારી હોઈ શકે છે. આમ મંત્રણા અને યુદ્ધની તૈયારી બંને મજબૂત રીતે ચાલી રહ્યા છે. જો હુમલો થયો તે ફરીથી મધ્યપૂર્વમાં યુદ્ધ ભડકી ઉઠે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પની આ તૈયારી ડિપ્લોમસી મજબૂત કરવાનું દબાણ પણ હોઈ શકે છે. આ દરમિયાન ઇરાનમાં ઇસ્લામિક ક્રાંતિ 1979માં થઈ તેના સરકાર પ્રાયોજિત કાર્યક્રમમાં ઉજવણી વખતે ડેથ ઓફ અમેરિકા, ડેથ ઓફ ડિક્ટેટર એવા નારા ગૂંજ્યા હતા. પ્રમુખ પેઝેકિશ્યને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇરાન પરમાણુ શસ્ત્રોના મુદ્દે મંત્રણા કરવા તૈયાર છે અને યુનોના નિરીક્ષક પણ જો આવીને નિરીક્ષણ કરવા ઇચ્છે તો તેના માટે પણ તૈયાર છે. અમે સ્પષ્ટ રીતે જણાવી દઈએ કે અમારી પાસે પરમાણુ શસ્ત્રો છે જ નહી અને અમે તે ઇચ્છતા પણ નથી. અમારો કાર્યક્રમ આખા વિશ્વ સમક્ષ ખુલ્લો છે.









