Get The App

હવે અમેરિકા ચીન પર કરશે ડિજિટલ સ્ટ્રાઇક, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલો સંકેત

- ટીકટૉક એપ પર બૅન લાદવાની તૈયારી છે

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News
હવે અમેરિકા ચીન પર કરશે ડિજિટલ સ્ટ્રાઇક, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલો સંકેત 1 - image


વૉશિંગ્ટન તા. 1 ઑગષ્ટ 2020 શનિવાર

ભારતે ચીનની સંખ્યાબંધ એપ્સ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે અમેરિકા પણ ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં હોવાનો સંકેત શુક્રવારે સાંજે મળ્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની એપ ટીકટૉક પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો હતો.

ખુદ ટ્રમ્પે કહ્યું હતું કે ચોવીસ કલાકમાં એક એક્ઝિક્યુટીવ ઓર્ડર દ્વારા ટીકટૉક પર પ્રતિબંધ લાદવામાં આવશે. અત્યાર અગાઉ પણ ટ્રમ્પે એવો સંકેત કર્યો હતો કે ચીની એપ ટીકટૉક પર બૅન લાદવામાં આવશે. અમારું વહીવટી તંત્ર આ દિશામાં કામ કરી રહ્યું છે. ટીકટૉકનું મૂલ્યાંકન થઇ રહ્યું છે. આ એપ હવે રાષ્ટ્રીય સુરક્ષા અને સેન્સરશીપના મુદ્દે મહત્ત્વની બની રહી હતી. અમે એના પર બૅન લાદવાની તૈયારી કરી રહ્યા છીએ.

બાઇટ ડાન્સ ટીકટૉકને વેચી શકે છે અને હાલ માઇક્રોસોફ્ટ કંપની સાથે વાટાઘાટો થઇ રહી હતી એવા અહેવાલ તરફ ધ્યાન પડ્યા બાદ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે આ ચીની એપ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય અમે કરી રહ્યા હતા. અમારી પાસે બીજા પણ કેટલાક વિકલ્પો છે. અમે એ વિકલ્પો વિશે વિચારી રહ્યા છીએ. યોગ્ય સમયે નિર્ણયની જાણ કરવામાં આવશે.

કેટલાક વિદેશી મિડિયાના રિપોર્ટ મુજબ બાઇટ ડાન્સ નજીકના ભવિષ્યમાં ટીકટૉકથી જુદા થવાની જાહેરાત કરશે. અમેરિકાની કેટલીક મોટી ટેક્ કંપનીઓ આ એપ ખરીદવા વિચારી રહી હોવાની વાતો પણ વહેતી થઇ હતી. ન્યૂયોર્ક ટાઇમ્સ અને ફૉક્સ ન્યૂઝે વિશ્વસનીય સૂત્રોને ટાંકીને શુક્રવારે એવા રિપોર્ટ પ્રગટ કર્યા હતા કે માઇક્રોસોફ્ટ ટીકટૉકને ખરીદી લે એવી શક્યતા હતી.

આ વિશે માઇક્રોસોફ્ટ સાથે વાટાઘાટો ચાલુ હતી. જો કે ટીકટૉકે તરત એવા પ્રત્યાઘાત આપ્યા હતા કે અમે અટકળો અને અફવાઓ વિશે કોઇ અભિપ્રાય આપવા માગતા નથી. અમને ટીકટૉકની દીર્ઘસૂત્રી કામિયાબી પર પૂરેપૂરો વિશ્વાસ છે બહુ થોડા સમયમાં આ એપ યુવા પેઢીમાં લોકપ્રિય નીવડી હતી. બાઇટ ડાન્સે 2017માં આ એપ લોંચ કરી હતી.

Tags :