World

ઈરાનનું એવું ગુપ્ત સ્થળ જ્યાં અમેરિકાના બંકર બસ્ટર બોમ્બ પણ ફેલ! જાણો પિકેક્સ માઉન્ટેન વિશે

By GS TEAM
14 Mar 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત ભયાનક તબક્કે પહોંચી ગયું છે. છેલ્લા 14 દિવસથી ચાલી રહેલા આ જંગમાં ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના 200થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે, જ્યારે વળતા પ્રહારમાં ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકન મથકોને નિશાન બનાવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધને રોકવા માટે ઈરાનની પરમાણુ ક્ષમતાને ખતમ કરવાને પોતાની પ્રાથમિકતા ગણાવી રહ્યા છે. આ માટે અમેરિકાએ પહેલીવાર બ્રિટિશ ધરતીનો ઉપયોગ કરીને ઈરાની પરમાણુ કેન્દ્રો પર 'બંકર બસ્ટર' બોમ્બ ફેંકવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પર અમેરિકાના ત્રણ શક્તિશાળી B-1B લાન્સર બોમ્બર વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જે કોઈપણ સમયે ઈરાન પર મોટા હુમલા માટે રવાના થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનનું એવું ગુપ્ત સ્થળ જ્યાં અમેરિકાના બંકર બસ્ટર બોમ્બ પણ ફેલ! જાણો પિકેક્સ માઉન્ટેન વિશે

Iran Nuclear Program: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત ભયાનક તબક્કે પહોંચી ગયું છે. છેલ્લા 14 દિવસથી ચાલી રહેલા આ જંગમાં ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના 200થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે, જ્યારે વળતા પ્રહારમાં ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકન મથકોને નિશાન બનાવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધને રોકવા માટે ઈરાનની પરમાણુ ક્ષમતાને ખતમ કરવાને પોતાની પ્રાથમિકતા ગણાવી રહ્યા છે. આ માટે અમેરિકાએ પહેલીવાર બ્રિટિશ ધરતીનો ઉપયોગ કરીને ઈરાની પરમાણુ કેન્દ્રો પર 'બંકર બસ્ટર' બોમ્બ ફેંકવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પર અમેરિકાના ત્રણ શક્તિશાળી B-1B લાન્સર બોમ્બર વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જે કોઈપણ સમયે ઈરાન પર મોટા હુમલા માટે રવાના થઈ શકે છે.

ઈરાનનો અભેદ્ય કિલ્લો: પિકેક્સ માઉન્ટેન

ઈરાને પોતાના પરમાણુ પ્રોગ્રામને સુરક્ષિત રાખવા માટે એક નવી અને મજબૂત વ્યૂહનીતિ અપનાવી છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઈરાને તેનો આશરે 900 પાઉન્ડ જેટલો સંવર્ધિત યુરેનિયમનો કિંમતી જથ્થો 'પિકેક્સ માઉન્ટેન'(Pickaxe Mountain) નામના અત્યંત ગુપ્ત અને ઊંડા બંકરમાં ખસેડી દીધો છે. ઝાગ્રોસ પર્વતમાળાની નીચે અને નતાન્ઝ પરમાણુ કેન્દ્રની નજીક આવેલું આ મથક જમીનથી 330 ફૂટ જેટલી ઊંડાઈએ ગ્રેનાઈટના મજબૂત પહાડોની નીચે બનાવવામાં આવ્યું છે. આ સ્થળ એટલું અભેદ્ય છે કે તેના પર સામાન્ય બોમ્બ કે બંકર બસ્ટર હથિયારો પણ ખાસ અસર કરી શકે તેમ નથી. રક્ષણાત્મક રીતે આ કિલ્લો એટલો સુરક્ષિત છે કે નિષ્ણાતોના મતે તેને નષ્ટ કરવા માટે માત્ર હવાઈ હુમલા પૂરતા નથી, પરંતુ જમીની સેના ઉતારવી પડી શકે છે.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે અમેરિકાએ લીધો મોટો નિર્ણય, મિડલ ઈસ્ટમાં 2500 મરીન-યુદ્ધ જહાજ રવાના કર્યા

પિકેક્સ માઉન્ટેન: અમેરિકા-ઈઝરાયલ માટે મોટો પડકાર

અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે હજુ પણ 60% સુધી સંવર્ધિત થયેલું 900 પાઉન્ડથી વધુ યુરેનિયમ છે, જે 11 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું છે. ગયા વર્ષે થયેલા હુમલામાં અમેરિકાએ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને તોડી પાડવાનો દાવો કર્યો હતો, પરંતુ ઈરાને ટૂંક સમયમાં જ પોતાના ઠેકાણાઓને વધુ મજબૂત બનાવી ફરીથી યુરેનિયમ સંવર્ધન શરૂ કરી દીધું છે. હાલમાં આ 'પિકેક્સ માઉન્ટેન' અમેરિકા અને ઈઝરાયલ માટે સૌથી મોટો પડકાર બની ગયું છે. જ્યાં સુધી આ અભેદ્ય કિલ્લાને તોડવામાં ન આવે ત્યાં સુધી ટ્રમ્પનો ઈરાનને પરમાણુ મુક્ત કરવાનો સંકલ્પ અધૂરો છે, જે આ યુદ્ધનો નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે.