US-Israel-Iran War LIVE Updates: ઈરાને હવે આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલ પર ભયાનક હુમલા કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ઈઝરાયલ અને અમેરિકા દ્વારા પણ મજબૂત રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે. આ સૌની વચ્ચે હોર્મુઝની ખાડી બંધ હોવાથી દુનિયાભરમાં ઓઈલ સંકટ પેદા થઇ રહ્યું છે.
કતારના શિક્ષણ મંત્રી ઈઝરાયલ-અમેરિકા પર બગડ્યાં, કહ્યું - તમારા જૂઠ્ઠા એજન્ડા માટે અમારો ઉપયોગ બંધ કરો
કતારના શિક્ષણ મંત્રી લોલવાહ અલ્ખતેરે યુદ્ધ વિશે પ્રતિક્રિયા આપતાં અમેરિકા અને ઈઝરાયલને ઝાટક્યાં છે. તેમણે કહ્યું કે બંને દેશોએ અમારા વતી બોલવાનું બંધ કરી દેવું જોઈએ. તેમણે ઈરાનમાં સ્કૂલો પર બોમ્બમારો બંધ કરવો જોઈએ. પોતાના એજન્ડા સાર્થક કરવા માટે અમારું નામ લેવાનું કે બંધ કરવું જોઈએ. અમે એવું નથી કે તમે અમને આઝાદ કરો. તમારા પ્રોપોગેન્ડા બંધ કરો અને અમને એકલા છોડી દો.

ઈરાન વિરુદ્ધ 22 દેશો એકજૂટ : નાટો પ્રમુખે આપ્યા સંકેત
ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ યુદ્ધને કારણે બંધ કરી રાખ્યું છે જેના કારણે વૈશ્વિક સ્તરે ઓઈલ વેપારને ગંભીર અસર થઇ છે. ટ્રમ્પ વારંવાર સહયોગીઓ પાસે મદદ માગી રહ્યા છે કે જેથી કરીને હોર્મુઝને ખોલાવી શકે. આ સૌની વચ્ચે હવે નાટો મહાસચિવ માર્ક રુટે કહ્યું છે કે 22 દેશો હવે શિપિંગ ચેનલની સુરક્ષા માટે એકજૂટ થઈ રહ્યા છે.
યુદ્ધ વચ્ચે ઈરાનને અલ્ટીમેટમ આપ્યા બાદ ટ્રમ્પે ફરી કહ્યું - તાકાત વડે જ શાંતિ સ્થપાશે
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે હોર્મુઝ ખોલી દો નહીંતર તમારા વીજળીઘર તબાહ કરી નાખીશું. હવે આ ડેડલાઈન ખતમ થવાની અણીએ છે ત્યારે તેના અમુક જ કલાકો અગાઉ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર વધુ એક ધમકીભર્યો મેસેજ લખ્યો છે કે તાકાત વડે જ શાંતિ સ્થપાઈ શકે છે.
સાઉદી અરબમાં અમેરિકાના પ્રિન્સ સુલતાન એરબેઝ અને ઈઝરાયલી સૈન્ય મથક પર ઈરાનના મિસાઈલ હુમલા
VIDEO : ઈઝરાયલમાં વિનાશના દૃશ્યો સામે આવ્યા
અમેરિકા ઈરાનના વિદ્યુત પ્લાન્ટ પર હુમલો કરશે તો ઈરાન મિડલ ઈસ્ટના આ ઠેકાણાઓને બનાવશે નિશાન
ઈઝરાયલના ગેરકાયદે વસાહતીઓએ પેલેસ્ટિની નાગરિકોના મકાનો બાળી નાખ્યા
ઈરાનના સત્તાવાર મીડિયાના અહેવાલો અનુસાર કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં દેર અલ હતાબ ગામમાં ગેરકાયદે ઈઝરાયલી વસાહતીઓ ધસી આવ્યા હતા અને તેમણે પેલેસ્ટિની નાગરિકોના મકાનોને બળજબરીપૂર્વક આગ ચાંપી દીધા હતા.
હોર્મુઝ ખુલશે તો જ સંકટ ટળશે: IEA
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે હાલનું ઉર્જા સંકટ 1970ના દાયકા કરતા પણ વધુ ગંભીર છે. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ હોવાથી વૈશ્વિક સપ્લાય ચેઈન ઠપ થઈ ગઈ છે.
ઈરાનની અનોખી ચાલ
ઈરાનના લડવૈયાઓ હવે તેમની બેલેસ્ટિક મિસાઈલો પર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના ફોટા લગાવી રહ્યા છે, કારણ કે સાંચેઝે ઈરાન વિરુદ્ધના યુદ્ધની ટીકા કરી હતી.
પોપ લિયોની ભાવુક અપીલ
પોપ લિયોએ આ યુદ્ધને માનવતા માટે 'કલંક' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ યુદ્ધની પીડા ઈશ્વર સુધી પહોંચતી એક કીકિયારી સમાન છે.
ઈઝરાયલના આકાશમાં મિસાઈલોનો વરસાદ
સોમવારે મધ્યરાત્રિએ ઈરાને ઈઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંક પર 'ક્લસ્ટર' વોરહેડથી સજ્જ મિસાઈલો છોડી હતી. આખા આકાશમાં ભયાનક રોશની અને સાયરનનો ગુંજારો સંભળાઈ રહ્યો હતો.
પાકિસ્તાનમાં હાહાકાર: ઈંધણના ભાવમાં 200% વધારો
યુદ્ધની સીધી અસર પડોશી દેશ પાકિસ્તાન પર પડી છે. શહેબાઝ શરીફ સરકારે હાઈ-ઓક્ટેન ઈંધણ પર ટેક્સ વધારીને કિંમત 100 થી સીધી 300 પ્રતિ લિટર કરી દીધી છે.
અમેરિકાએ ઈરાની ડ્રોન તોડી પાડ્યા
U.S. Central Command (CENTCOM) એ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનના અનેક 'વન-વે એટેક' ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા છે.
લેબનાન સરહદે ઈઝરાયલનું 'ઓપરેશન ક્લીન'
ઈઝરાયલે હવે લેબનાન સરહદે પોતાની સેનાની મોટી ટુકડી તૈનાત કરી છે. હિઝબુલ્લાહના રોકેટ હુમલાના જવાબમાં IDF એ ઓપરેશન શરૂ કર્યું છે.
ટ્રમ્પ વિરુદ્ધ ઈરાન: હોર્મુઝ વિવાદ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે હોર્મુઝ સત્તાવાર રીતે બંધ નથી, પરંતુ અમેરિકાના યુદ્ધને કારણે વીમા કંપનીઓ ડરી ગઈ હોવાથી જહાજો આવતા નથી.


