World

ફરી યુદ્ધના અણસાર? અમેરિકા-ઈરાનના સામસામે હુમલા, ખાડી દેશોમાં સાયરન વગાડી લોકોને છુપાઈ જવા નિર્દેશ

By GS Team
6 Jun 20262 mins read
TukuTouch Logo
US and Iran Exchange Strikes Amid West Asia Crisis: પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સીઝફાયરની ચર્ચાઓ અંગે વિરોધાભાસી નિવેદનો આપ્યાના ગણતરીના દિવસોમાં જ, શનિવારે વહેલી સવારે અમેરિકા અને ઈરાને એકબીજા પર સીધા સૈન્ય હુમલા કર્યા છે. બીજી તરફ, લેબેનોનમાં પણ ઈઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ સીઝફાયર કરાર હોવા છતાં વધુ હિંસક અને તીવ્ર બની ગઈ છે. શનિવારે સવારે આખા ક્ષેત્રમાં જે તબાહી મચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી યુદ્ધના અણસાર? અમેરિકા-ઈરાનના સામસામે હુમલા, ખાડી દેશોમાં સાયરન વગાડી લોકોને છુપાઈ જવા નિર્દેશ

US and Iran Exchange Strikes Amid West Asia Crisis: પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સીઝફાયરની ચર્ચાઓ અંગે વિરોધાભાસી નિવેદનો આપ્યાના ગણતરીના દિવસોમાં જ, શનિવારે વહેલી સવારે અમેરિકા અને ઈરાને એકબીજા પર સીધા સૈન્ય હુમલા કર્યા છે. બીજી તરફ, લેબેનૉનમાં પણ ઈઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ સીઝફાયર કરાર હોવા છતાં વધુ હિંસક અને તીવ્ર બની ગઈ છે. શનિવારે સવારે આખા ક્ષેત્રમાં જે તબાહી મચી છે. 

હોર્મુઝની ખાડીમાં ભારે સંગ્રામ

યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે અમેરિકાની સેનાએ ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી અને ખાડી વિસ્તાર તરફ છોડવામાં આવેલી મિસાઈલો અને ડ્રોનની મોટી લહેરને હવામાં જ તોડી પાડી છે. આ ચાર આત્મઘાતી ડ્રોનને તોડી પાડ્યા બાદ, અમેરિકી સેનાએ ઈરાનની અંદર ઘૂસીને તેના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સાઇટ્સ પર બોમ્બમારો કર્યો છે. ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી 'મેહર'ના જણાવ્યા અનુસાર, ઈરાને હોર્મુઝની ખાડી નજીક અમેરિકી નૌકાદળના જહાજોની મૂવમેન્ટને રોકવા માટે "ચેતવણી" રૂપે કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

ફરી ખાડી દેશો પર હુમલા, લોકોને છુપાવવા આદેશ અપાયો

શનિવારે વહેલી સવારે કુવૈત અને બહેરીનમાં યુદ્ધના સાયરન વાગવા લાગ્યા હતા, જેના કારણે નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

કુવૈત: કુવૈતની આર્મીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેઓ મિસાઇલ અને ડ્રોનના સીધા જોખમો સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે.

બહેરીન: બહેરીન સરકારે પોતાના નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત આશ્રયસ્થાનોમાં જતાં રહેવાનો આદેશ આપ્યો છે. બહેરીને દાવો કર્યો છે કે તેણે ઈરાન તરફથી લોન્ચ કરાયેલી 3 મિસાઇલો અને કેટલાક ડ્રોનને હવામાં જ સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા છે.

બીજી તરફ ઈઝરાયલનો લેબેનૉન પર ભીષણ પર હુમલો

લેબેનૉનની સેનાએ શનિવારે પુષ્ટિ કરી છે કે ઈઝરાયલના એક ભયંકર હવાઈ હુમલામાં લેબેનૉન આર્મીના એક હાઇ-રેન્કિંગ 'જનરલ' સહિત અનેક સૈનિકો માર્યા ગયા છે. લેબેનૉનની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, શુક્રવારે થયેલા હુમલામાં પણ 20થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

ટ્રમ્પનું મોટું નિવેદન: આ વિયેતનામ યુદ્ધ નથી

આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે  તેઓ ઈરાન સાથેના આ યુદ્ધમાં "ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે". ટ્રમ્પે તેમના પ્રારંભિક 4થી 6 અઠવાડિયાના સમયગાળાની સરખામણી કરતાં કહ્યું કે, હું અત્યારે આ યુદ્ધના ત્રીજા મહિનામાં પ્રવેશી ચૂક્યો છું. તમે જાણો છો ને, વિયેતનામનું યુદ્ધ 19 વર્ષ સુધી ચાલ્યું હતું. હું તો હજી મારા ત્રીજા મહિનામાં જ છું.