World

ઈરાનની અમેરિકા સામે મોટી માંગ, જો ફાઈનલ થશે તો ભારત સહિત 8 દેશોને લાગશે આર્થિક ઝટકો

By GS Team
27 May 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ ખતમ કરવા માટેની વાતચીત હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને દેશો એક મહત્ત્વપૂર્ણ 'મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU) પર કામ કરી રહ્યા છે, જે ભવિષ્યમાં તમામ વિવાદો ઉકેલવાનો રોડમેપ નક્કી કરશે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું છે કે આ ડીલ પર અત્યારે કામ ચાલી રહ્યું છે, જ્યારે 'અલજઝીરા'ના તેહરાન બ્યુરો ચીફના મતે ડીલ એકદમ ફાઇનલ છે અને તેના પર માત્ર સાઇન થવાની જ બાકી છે. જો કે, આ ડીલ પર સહી કરતા પહેલા ઈરાને દુનિયા સામે એક મોટી શરત મૂકી દીધી છે કે, વિશ્વના અલગ-અલગ દેશોમાં જપ્ત કરાયેલા તેના તમામ પૈસા તેને પાછા આપવામાં આવે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનની અમેરિકા સામે મોટી માંગ, જો ફાઈનલ થશે તો ભારત સહિત 8 દેશોને લાગશે આર્થિક ઝટકો

US-Iran Peace Deal Near: અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ ખતમ કરવા માટેની વાતચીત હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે.  મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને દેશો એક મહત્ત્વપૂર્ણ 'મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU) પર કામ કરી રહ્યા છે, જે ભવિષ્યમાં તમામ વિવાદો ઉકેલવાનો રોડમેપ નક્કી કરશે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું છે કે આ ડીલ પર અત્યારે કામ ચાલી રહ્યું છે, જ્યારે 'અલજઝીરા'ના તેહરાન બ્યુરો ચીફના મતે ડીલ એકદમ ફાઇનલ છે અને તેના પર માત્ર સાઇન થવાની જ બાકી છે. જો કે, આ ડીલ પર સહી કરતા પહેલા ઈરાને દુનિયા સામે એક મોટી શરત મૂકી દીધી છે કે, વિશ્વના અલગ-અલગ દેશોમાં જપ્ત કરાયેલા તેના તમામ પૈસા તેને પાછા આપવામાં આવે.

ઈરાનના કેટલા પૈસા કયા દેશોમાં ફસાયેલા છે?

મીડિયા રિપોર્ટ અનુસાર, ઈરાનની વિદેશોમાં જપ્ત થયેલી કુલ સંપત્તિનો આંકડો અંદાજે 120 અબજ ડૉલર (આશરે 11.49 લાખ કરોડ રૂપિયા) કરતાં પણ વધારે છે. ઈરાનની આ જંગી રકમ મુખ્યત્વે આ દેશોમાં જપ્ત છે:

ચીન: સૌથી વધુ અંદાજે 20 અબજ ડૉલર.

કતાર: લગભગ 12 અબજ ડૉલર.

ભારત: આશરે 7 અબજ ડૉલર.

ઈરાક: અંદાજે 6 અબજ ડૉલર.

અમેરિકા: 1.2 અબજ ડૉલર.

લક્ઝમબર્ગ અને જાપાન: બંને દેશોમાં આશરે 1.5-1.5 અબજ ડૉલર.

આ સિવાય તૂર્કીયે અને અન્ય કેટલાક દેશોમાં પણ ઈરાનની સંપત્તિઓ અને નાણાં જપ્ત છે.

કતારમાં શું ચાલી રહ્યું છે અને અમેરિકા કેમ માન્યું?

આ મહત્ત્વની વાતચીત માટે ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ બઘેર ગલિબાફ અને ઈરાનની સેન્ટ્રલ બેન્કના વડા અબ્દોલનાસર હેમ્માટી એક મોટા ડેલિગેશન સાથે કતારમાં હાજર છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અમેરિકા ઈરાનની વિદેશમાં જપ્ત થયેલી સંપત્તિઓનો કેટલોક હિસ્સો રિલીઝ કરવા માટે સહમત થયું છે. આ પૈસાના બદલામાં ઈરાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ માર્ગે જહાજોની અવરજવર પર લગાવેલા પ્રતિબંધો હટાવી લેશે. આ સમગ્ર ડીલ હેઠળ 60 દિવસના સીઝફાયર દરમિયાન જપ્ત સંપત્તિની મુક્તિ, પ્રતિબંધોમાં રાહત અને યુરેનિયમ સંબંધિત મુદ્દાઓ ઉકેલવામાં આવશે.

આ પણ વાંચો: Explainer: ઈસ્લામ ધર્મના પવિત્ર કાબાની અંદર શું છે? જાણો 63 કરોડના 'કિસ્વા' અને સોનાના દરવાજાનું ઐતિહાસિક મહત્ત્વ

ભારત સહિત 8 દેશોને કેમ લાગશે ઝટકો?

જો આ પરમાણુ કરાર ફાઇનલ થઈ જાય અને અમેરિકા પ્રતિબંધો હટાવી લે, તો ભારત સહિત આ તમામ 8 દેશોએ ઈરાનના અબજો ડૉલર તાત્કાલિક રિલીઝ કરવા પડશે. આના કારણે ઘણા દેશોની બેન્કિંગ સિસ્ટમ અને ઊર્જા વ્યૂહનીતિ પર સીધી અસર પડી શકે છે. ચીન અને જાપાન જેવા દેશો, જેઓ ઈરાન પાસેથી મોટા પાયે ઓઇલ ખરીદે છે, તેમણે પોતાની આર્થિક નીતિઓ બદલવી પડશે.

એક્સપર્ટ્સનું માનવું છે કે ઈરાન આ ફસાયેલા અબજો ડૉલરનો ઉપયોગ પોતાની નબળી પડેલી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે કરશે. જો કે, હજી સુધી ભારત કે અન્ય કોઈ દેશે સત્તાવાર રીતે આ રકમ પરત કરવાની પુષ્ટિ કરી નથી, પરંતુ જો આ ડીલ પર સાઇન થશે તો દુનિયાભરની મોટી અર્થવ્યવસ્થાઓમાં મોટો ફેરફાર જોવા મળશે.