World

ફાઈનલ ડીલ મામલે અબ્બાસ અરાઘચીની પોસ્ટને ટ્રમ્પે કરી રીપોસ્ટ, પાકિસ્તાની PM પણ કૂદ્યા

By GS Team
12 Jun 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન વચ્ચે થનારી ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મીડિયા અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવિત ડીલ અંતર્ગત ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ ખતમ કરશે, સંવર્ધિત યુરેનિયમનો નાશ કરશે, હથિયારબંધ જૂથોને ફંડિંગ આપવાનું બંધ કરશે અને હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલશે. આગામી થોડા દિવસોમાં સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા શહેરમાં આ ડીલ પર હસ્તાક્ષર થાય તેવી સંભાવનાઓ વચ્ચે વૈશ્વિક નેતાઓ સામસામે આવી ગયા છે. આ મહાડીલ પર ચાલી રહેલા વિવાદમાં હવે પાકિસ્તાનના વડાપ્રધાન પણ કૂદી પડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાઈનલ ડીલ મામલે અબ્બાસ અરાઘચીની પોસ્ટને ટ્રમ્પે કરી રીપોસ્ટ, પાકિસ્તાની PM પણ કૂદ્યા

US Iran Peace Deal : અમેરિકા-ઈરાન વચ્ચે થનારી ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મીડિયા અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવિત ડીલ અંતર્ગત ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ ખતમ કરશે, સંવર્ધિત યુરેનિયમનો નાશ કરશે, હથિયારબંધ જૂથોને ફંડિંગ આપવાનું બંધ કરશે અને હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલશે. આગામી થોડા દિવસોમાં સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા શહેરમાં આ ડીલ પર હસ્તાક્ષર થાય તેવી સંભાવનાઓ વચ્ચે વૈશ્વિક નેતાઓ સામસામે આવી ગયા છે. આ મહાડીલ પર ચાલી રહેલા વિવાદમાં હવે પાકિસ્તાનના વડાપ્રધાન પણ કૂદી પડ્યા છે.

આપણે ડીલની ખૂબ નજીક છીએ : ઈરાનના વિદેશ મંત્રી

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ‘આપણે ડીલની ખૂબ નજીક છીએ, પરંતુ જ્યાં સુધી આ પ્રક્રિયા ફાઈનલ ન થઈ જાય ત્યાં સુધી તેની શરતો અંગે અટકળો લગાવવાથી બચવું જોઈએ. અમારું વલણ જવાબદાર તેમજ પારદર્શક રહેશે. યોગ્ય સમય આવ્યે આ ડીલની તમામ વિગતો જનતા સાથે શેર કરવામાં આવશે.’

ટ્રમ્પે અરાઘચીની પોસ્ટ રિ-પોસ્ટ કરી

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીની આ સોશિયલ મીડિયા પોસ્ટને પોતાના પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર રીપોસ્ટ કરી છે. ટ્રમ્પના આ પગલાથી એવા સંકેતો મળી રહ્યા છે કે, સમજૂતીની શરતો પર આંતરિક અસંમતિ હોવા છતાં બંને દેશો વચ્ચેની હાઈ-પ્રોફાઈલ વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.


આ પણ વાંચો : 70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ

અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે શું કહ્યું?

ડીલની શરતોને લઈને મીડિયામાં ચાલી રહેલી અફવાઓ પર અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે જવાબ આપતા કહ્યું છે કે, ‘મને હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમને ખતમ કરવાના સંભવિત કરાર વિશે મીડિયામાં ઘણી ખોટી માહિતી ફેલાતી જોવા મળી રહી છે. ઈરાનને કોઈ રોકડ રકમ આપવામાં આવી રહી નથી, કે માત્ર સમજૂતી પર સહી કરવા કે મીટિંગમાં ભાગ લેવા માટે કોઈ ફંડ જાહેર કરાયું નથી.’

ઈરાન માનશે તો જ આર્થિક ફાયદો થશે : જેડી વેન્સ

જેડી વેન્સે વધુમાં ઉમેર્યું કે, ‘આ કરાર એવી રીતે તૈયાર કરાયો છે જેમાં અમેરિકા અને તેના સહયોગી દેશોની ચિંતાઓને પ્રાથમિકતા મળે. જો ઈરાન પોતાની જવાબદારીઓ પૂરી કરશે, તો જ તેને આર્થિક ફાયદો થશે. આ ડીલ સમગ્ર ક્ષેત્રમાં લાંબા ગાળાની શાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ હાલમાં આ મુદ્દે કેટલીક અજીબ રિપોર્ટિંગ થઈ રહી છે.’

ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર છે : પાકિસ્તાન PMનો દાવો

આ વિવાદ અને મધ્યસ્થીના પ્રયાસો વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે પણ એક્સ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, ‘શાંતિ સમજૂતીમાં પ્રયોગ કરવામાં આવનારા શબ્દો અને ફાઈનલ ડ્રાફ્ટ પર સંમતિ બની ગઈ છે. પાકિસ્તાન દ્વારા શાંતિ માટે કરવામાં આવી રહેલી મધ્યસ્થીના પ્રયાસો વચ્ચે અમે એવા તત્વોથી સંપૂર્ણ માહિતગાર છીએ જેઓ ખોટી માહિતી ફેલાવીને આ શાંતિ સમજૂતીને નાકામ કરવા માંગે છે. આવા શોરબકોરને બાજુ પર રાખીને અમે પુષ્ટિ કરીએ છીએ કે, ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર છે અને પાકિસ્તાન હવે પછીના પગલાં માટે બંને પક્ષો સાથે મળીને કામ કરી રહ્યું છે.’

આ પણ વાંચો : 449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખાસિયત