World

ઈરાન સંવર્ધિત યુરેનિયમનો જથ્થો સરન્ડર કરવા તૈયાર, ન્યૂયોર્ક ટાઈમ્સનો ચોંકાવનારો દાવો

By GS Team
24 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઐતિહાસિક શાંતિ વાટાઘાટોને લઈને વધુ એક સનસનાટીપૂર્ણ અને સકારાત્મક અહેવાલ સામે આવ્યો છે. લાંબા સમયથી બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે હવે ઈરાન પોતાના એનરિચ્ડ (સંવર્ધિત) યુરેનિયમનો જથ્થો છોડવા માટે રાજી થઈ ગયું છે. 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના એક અહેવાલમાં બે અમેરિકન અધિકારીઓના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે. આ પ્રતિબદ્ધતાને અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરારનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સંવર્ધિત યુરેનિયમનો જથ્થો સરન્ડર કરવા તૈયાર, ન્યૂયોર્ક ટાઈમ્સનો ચોંકાવનારો દાવો

Iran Agrees to Give Up Enriched Uranium : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઐતિહાસિક શાંતિ વાટાઘાટોને લઈને વધુ એક સનસનાટીપૂર્ણ અને સકારાત્મક અહેવાલ સામે આવ્યો છે. લાંબા સમયથી બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે હવે ઈરાન પોતાના એનરિચ્ડ (સંવર્ધિત) યુરેનિયમનો જથ્થો છોડવા માટે રાજી થઈ ગયું છે. 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના એક અહેવાલમાં બે અમેરિકન અધિકારીઓના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે. આ પ્રતિબદ્ધતાને અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરારનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવી રહ્યો છે.

યુરેનિયમનો સ્ટોક સોંપવા સામાન્ય પ્રતિબદ્ધતા

અહેવાલ અનુસાર, તેહરાને પોતાના હાઈ-એનરિચ્ડ યુરેનિયમના સ્ટોકને છોડવા માટે સૈદ્ધાંતિક રીતે હા પાડી દીધી છે. જોકે, ઈરાન આ સ્ટોક કઈ રીતે અને કઈ પ્રક્રિયા હેઠળ છોડશે, તેની સચોટ વિગતો હજી આ પ્રારંભિક પ્રસ્તાવમાં સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી. આ વિગતવાર પ્રક્રિયાને આગામી સમયમાં યોજાનારી સત્તાવાર પરમાણુ વાર્તા (ફોર્મલ ન્યૂક્લિયર ટોક્સ) માટે મુલતવી રાખવામાં આવી છે. આમ છતાં, યુરેનિયમનો જથ્થો જપ્ત કે સરન્ડર કરાવવો એ અમેરિકાનું પ્રાથમિક લક્ષ્ય હતું, જે આ ડીલ માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: યુદ્ધ સમાપ્ત થવાની નજીક

આ અગાઉ શનિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મોટો દાવો કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન સાથેનું યુદ્ધ ખતમ કરવા અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે ફરીથી ખોલવા માટેના કરારની ખૂબ નજીક પહોંચી ગયું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેમજ સાઉદી અરેબિયા, યુએઈ (UAE), કતાર, પાકિસ્તાન, તુર્કી, ઈજિપ્ત, જોર્ડન અને બહેરીનના ટોચના નેતાઓ સાથેની વાતચીત બાદ આ શાંતિ સમજૂતી "કાફી હદ સુધી નક્કી" થઈ ચૂકી છે. આ સોદાના અંતિમ પાસાઓ પર હાલ ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરાશે.

પાકિસ્તાનની મધ્યસ્થતા રંગ લાવી

નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં જ અમેરિકા ઇસ્લામિક રિપબ્લિક (ઈરાન) પર નવા સૈન્ય હુમલા કરવાની યોજના વિચારી રહ્યું હતું, જેનાથી એક નાજુક યુદ્ધવિરામ તૂટી શકે તેમ હતો. પરંતુ પાકિસ્તાન અને અન્ય ક્ષેત્રીય દેશો દ્વારા કરવામાં આવેલા મધ્યસ્થતાના પ્રયાસોના કારણે આ યુદ્ધનો અંત લાવવા માટેનો રસ્તો સાફ થયો છે. ટ્રમ્પે ઈઝરાયલના પીએમ નેતન્યાહુ સાથેની વાતચીતને પણ "ખૂબ જ સારી" ગણાવી છે. જોકે, યુરેનિયમ છોડવાના તાજા અહેવાલો પર હજી સુધી ઈરાન કે ઈઝરાયલ તરફથી સત્તાવાર રીતે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી.