World

VIDEO : મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ? ઈરાને કહ્યું- અમે યુદ્ધ જહાજ પર છોડી મિસાઈલ; અમેરિકાએ દાવો ફગાવ્યો

By GS Team
4 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાની સરકારી સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, ઈરાને દક્ષિણ દરિયાકાંઠે જાસ્ક ટાપુ પાસે અમેરિકન યુદ્ધ જહાજ પર બે મિસાઈલો ઝિંકી છે. જોકે અમેરિકન સેન્ટ્ર કમાન્ડે ઈરાનના દાવાને ફગાવી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ? ઈરાને કહ્યું- અમે યુદ્ધ જહાજ પર છોડી મિસાઈલ; અમેરિકાએ દાવો ફગાવ્યો

US-Iran Conflict : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાની સરકારી સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, ઈરાને દક્ષિણ દરિયાકાંઠે જાસ્ક ટાપુ પાસે અમેરિકન યુદ્ધ જહાજ પર બે મિસાઈલો ઝિંકી છે. જોકે અમેરિકન સેન્ટ્ર કમાન્ડે ઈરાનના દાવાને ફગાવી દીધા છે.

અમેરિકાએ ઈરાની મીડિયાના દાવા ફગાવ્યા

ફાર્સના રિપોર્ટ મુજબ, અમેરિકન યુદ્ધ જહાજે ઈરાની સેના IRGCની ચેતવણી અવગણના કરી હતી, તે પછી ઈરાને મિસાઈલ ઝિંકી હોવાનો દાવો કરાયો છે. બીજીતરફ અમેરિકન સેનાએ ઈરાની મીડિયાના દાવાને ખોટા ગણાવ્યા છે. અમેરિકન સેન્ટ્ર કમાન્ડે કહ્યું કે, ‘અમેરિકન નેવીના એક પણ જહાજ પર હુમલો થયો નથી. યુએસ સેના ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધી ચાલુ રાખી છે.’

ટ્રમ્પે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ જાહેર કર્યા બાદ ઈરાનનો દાવો

ઈરાની મીડિયાએ એવા સમયે આ દાવો કર્યો છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢી આપવાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ યોજનાની જાહેરાત કરી છે. આ યોજનામાં લગભગ 15000 સૈનિકો, 100થી વધુ જેટ, યુદ્ધ જહાજો અને ડ્રોન સાથે યુએન સૈન્ય કમાન્ડ પણ સામેલ છે.

આ પણ વાંચો : જર્મનીમાં અભ્યાસનું સપનું અઘરું થયું, ધો. 12માં 70% હોય તો જ એડમિશન, જાણો કોને અપાઈ છૂટછાટ

હોર્મુઝ જળમાર્ગ અસુરક્ષિત

આ તમામ ઘટનાક્રમ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ અત્યંત ગંભીર અને અસુરક્ષિત હોવાનો જોઈન્ટ મેરીટાઈમ ઈન્ફોર્મેશન સેન્ટરે દાવો કર્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે સૈન્ય કાર્યવાહીઓ બાદ આ દાવો કરાતા આંતરરાષ્ટ્રીય શિપિંગ પર જોખમ વધી ગયું છે. કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સે પણ હોર્મુઝમાંથી પસાર થતી વખતે વધુમાં વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : અમેરિકન ડૉલરના દબદબાનો અંત? રશિયા-ચીન બાદ હવે દુનિયાભરમાં 'ડી-ડૉલરાઇઝેશન'ની લહેર