World

શાંતિના રસ્તે અડચણ ! અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ

By GS Team
17 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈને વાતો તો ઘણી થઈ રહી છે, પરંતુ વાત બની રહી નથી. સીઝફાયર માટે ઈરાને 5 શરતો રાખી હતી, જેના જવાબમાં હવે અમેરિકાએ પણ 5 શરતો મૂકી દીધી છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે, આ શરતો અમેરિકાએ ઈરાનના વાતચીતના પ્રસ્તાવના જવાબમાં રાખી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિના રસ્તે અડચણ ! અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ

US-Iran Ceasefire Demand : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈને વાતો તો ઘણી થઈ રહી છે, પરંતુ વાત બની રહી નથી. સીઝફાયર માટે ઈરાને 5 શરતો રાખી હતી, જેના જવાબમાં હવે અમેરિકાએ પણ 5 શરતો મૂકી દીધી છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે, આ શરતો અમેરિકાએ ઈરાનના વાતચીતના પ્રસ્તાવના જવાબમાં રાખી છે.

શરતોમાં અમેરિકાની દાદાગીરી

અમેરિકાએ ઈરાન સામે શરત મૂકી છે કે તેણે પોતાનું એનરિચ્ડ યુરેનિયમ સોંપવું પડશે. તે આ યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ નહીં કરે અને ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને પણ મુક્ત નહીં કરે. આ પહેલા ઈરાને 5 શરતો રાખી હતી, જેમાં તેણે સંપત્તિઓને મુક્ત કરવા અને યુદ્ધ માટે વળતર માંગ્યું હતું.

અમેરિકાની 5 શરતો

  1. અમેરિકા કોઈપણ પ્રકારનું વળતર કે નુકસાન ભરપાઈ નહીં કરે
  2. ઈરાને પોતાનું 400 કિલો એનરિચ્ડ યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે
  3. ઈરાનનું માત્ર એક જ પરમાણુ મથક એક્ટિવ રહેશે
  4. ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવામાં આવશે નહીં
  5. તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરવી પડશે

ઈરાનની 5 શરતો

  1. તમામ મોરચે યુદ્ધનો અંત આવવો જોઈએ, ખાસ કરીને લેબનાનમાં
  2. ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા પડશે
  3. ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવી પડશે
  4. યુદ્ધથી થયેલા નુકસાન માટે વળતર આપવું પડશે
  5. હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનના સાર્વભૌમત્વને માન્યતા આપવી પડશે

આ પણ વાંચો : યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, જુઓ VIDEO

અમેરિકા-ઈરાન જીદે ચડ્યા

અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી વિવાદ ચાલુ છે. યુદ્ધને 3 મહિના થવા આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ વાત બની શકી નથી. અમેરિકા અને ઈરાન, બંને પોતાની જીદ પર અડેલા છે. ઈરાન પોતાની માંગણીઓ રાખે છે તો અમેરિકા પણ પોતાની શરતો ઉમેરી દે છે. બંને વચ્ચે વાતચીત ભલે થઈ રહી હોય પરંતુ એકબીજા પર વિશ્વાસ કોઈ કરતું નથી.

અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ખોટો આરોપ લગાવ્યો : વિદેશ મંત્રી બાઘેઈ

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, 'અમેરિકા અને ઈઝરાયેલની સરકારોએ ઈરાન વિરુદ્ધ કોઈપણ ઉશ્કેરણી વગર સૈન્ય હુમલા દ્વારા જાણીજોઈને મહત્વપૂર્ણ માર્ગો પર અસુરક્ષા ઊભી કરી દીધી અને પછી ઈરાન પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવી દીધો.'

આ પણ વાંચો : ટ્રમ્પના નિવેદનથી તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ ભડક્યા, ચીનને પણ સંભળાવી