અમેરિકા-ઇરાન વચ્ચેની 60 દિવસની ''ના-યુદ્ધ'' સમજૂતીની મુદત પૂરી થઈ : હોર્મુઝ અને ન્યૂક્લિયર ડીલ ખોરંભે પડયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બેમાંથી એક પક્ષ બાંધ-છોડ કરવા તૈયાર નથી : મડાગાંઠ પડી છે
- જૂન મહિનામાં થયેલા આ સમજૂતી નિષ્ફળ જતાં ફરી તેલના ભાવ ભડકે બળશે સાથે પ્રાદેશિક અસ્થિરતા અને અશાંતિ વધી જશે
નવીદિલ્હી : અમેરિકા ઈરાન જૂન મહિનામાં થયેલા કરારોની ૬૦ દિવસની અંતિમ સમય રેખા પૂરી થઈ છે. આ સમય રેખા સુધીમાં તહેરાનના પરમાણુ કાર્યક્રમ તથા હોર્મુઝની સમુદ્ર ધૂનિ ખુલ્લી કરવા અંગે કરારો થઈ જવાના હતા. પરંતુ તે મુદત આજે સોમવારે પૂરી થઈ ગઈ છે છતાં તે અંગે કોઈ પરિણામ મળ્યું નથી. ઉલટાના બંને પક્ષો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. વાસ્તવમાં આ સંત્રણાઓ હોર્મુઝની સમુદ્રધુનિ (સ્ટ્રેઈટસ) ખુલ્લી કરવા તેમજ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધે ઉભો થયેલો વિવાદ ઉકેલવા ઉપર કેન્દ્રિત થઈ હતી. પરંતુ તેમાં કોઈ નિષ્કર્ષ આવ્યો જ નથી. બેમાંથી એક પણ પક્ષ સહેજ પણ બાંધછોડ કરવા તૈયાર ન હોવાથી મડાગાંઠ પડી ગઈ છે.
અમેરિકા જો ઈરાનની શરતો સ્વીકારે તો તેનો સીધો અર્થ ઈરાનને હોર્મુઝ ઉપર કબજો આપી દેવાનો જ થાય. આ જલસંધિ (સ્ટ્રેઈટસ)માંથી તો વિશ્વનો ૨૦ ટકા તેલનો પૂરવઠો પસાર થાય છે. બીજી તરફ યુદ્ધ વધુ ચાલે તો અમેરિકાના મિસાઇલ્સ અને ઇન્ટર-સેપ્ટર્સ ઉપર દબાણ વધે. છતાં અમેરિકા તે ચાલુ જ રાખે તો તેથી વૈશ્વિક ઇંધણના ભાવ વધી રહે તે નિશ્ચિત છે. પરિણામે વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ તેની સીધી અસર પડે.
અમેરિકાનો અન્ય પ્રશ્ન તે છે કે નવેમ્બરમાં જ ત્યાં મીડ-ટર્મ કોંગ્રેશ્યનલ ઇલેકશન્સ છે. ત્યાં મોંઘવારી વધી જ રહી છે. તેમાં વધારો થઈ જશે. પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રીપબ્લીકન પાર્ટીને ફટકો પડવા પૂરેપૂરો સંભવ છે. આમ યુદ્ધ કરે તો પણ ટ્રમ્પ મુશ્કેલીમાં છે ન કરે તો હોર્મુઝ ઇરાનને સોંપી દેવા બરોબર છે, અને ઈરાન તે દ્વારા વૈશ્વિક તેલ પૂરવઠા ઉપર સીધો જ કાબુ મેળવતાં ફરી તેલ-ગેસના ભાવ ઊંચે જતા જ જશે. વૈશ્વિક અર્થતંત્ર પર સીધી અસર પડશે.
વિશ્લેષકો આથી એક અનુમાન ઉપર આવ્યા છે કે તે જલસંધિ (સ્ટ્રેઇટસ)માં જહાજોને આવવા-જવા માટે ઇરાન નિશ્ચિત ફી લઈ શકે, પરંતુ જલમાર્ગ તો ખુલ્લો જ રાખે. પરંતુ તે પૂર્વે ઈરાને ઘણી જ કઠોર શરતો મુકી છે. જેમાં ઇઝરાયેલ ગાઝામાંથી હટી જાય, હમાસે કરેલી માગણી સ્વીકારવી. લેબેનોન સ્થિત આતંકી જૂથ ઉપરનાં હુમલા બંધ કરવા તથા અમેરિકાએ હજી સુધી ચાલુ રાખેલી હોર્મુઝ તેમજ ઇરાનનાં અન્ય બંદરો ફરતી ઘેરામાંથી ઉઠાવી લેવી. આનો સીધો અર્થ ઇરાનને શરણાગતિ તે જ થાય. અમેરિકા તે સ્વીકારે તે વિષે શંકા છે.
ટૂંકમાં ફરી યુદ્ધ શરૂ થવાની પૂરી ભીતિ રહેલી છે.









