એક ટનના 40,000 બોમ્બ સાથે યુએસનું ઇઝરાયેલને 2.8 અબજ ડોલરનું સૈન્ય પેકેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- લેબનોન અને ગાઝામાં હવે વધુ ખાનાખરાબીના સંકેતો
- બીએલયુ ૧૧૭ બોમ્બ અને ૨૦,૦૦૦ 'પેનેટ્રેટર' વોરહેડ પણ સામેલ : અમેરિકા અગાઉ ઇઝરાયેલને ૬.૬૭ અબજ ડોલરના શસ્ત્ર વેચાણને મંજૂરી આપી ચૂક્યું છે
દુબઈ : ગાઝામાં યુદ્ધ અવિરત ચાલી રહ્યું છે તેવે સમયે અમેરિકા-ઈઝરાયલને ૨૦૦૦ પાઉન્ડના પ્રચંડ બોમ્બ આપવાની તૈયારી કરી રહ્યું છે. ૨.૮ અબજ ડોલર પેકેજમાં આશરે ૯૦૭ કિલો (૨૦૦૦ પાઉન્ડ) વજનના એમ.કે. ૮-૪ તથા બીએલયુ ૧૧૭ પ્રકારના બોમ્બ સામેલ છે. તેમાં ૨૦,૦૦૦ 'પેનેટ્રેટર' (અંદર ઘૂસી શકે તેવા) વોરહેડ પણ સામેલ છે.
આ એમ.કે. ૮૪ પશ્ચિમના સૌથી સબળ અને સૌથી વધુ ખાનાખરાબી કરે તેવા બોમ્બ પણ સામેલ છે. તે બોમ્બની ધાતુના ટુકડા સેંકડો ફીટ જઈ શકે છે.
આ ટુકડાઓ પણ પ્રચંડ કોંક્રીટ ચીરી શકે તેવા હોય છે, ત્યાં માનવી તો તેની સામે ટકી જ કેવી રીતે શકે ? આ બોમ્બ એટલા પ્રબળ હોય છે કે, તેથી જમીનમાં ઊંડા ખાડા પડી જાય છે.
પહેલાં પણ ઈઝરાયલને આવા બોમ્બ આપવામાં આવ્યા હતા. ઈઝરાયલે લેબેનોનમાં તેનો પ્રયોગ કર્યો હતો. આથી હજારો નિર્દોષો માર્યા ગયા હતા, તેથી જો બાયડેન તે આપવા ઉપર રોક મુકી હતી. પરંતુ ટ્રમ્પ ફરીવાર સત્તા ઉપર આવતાં તેણે આ પ્રતિબંધ દૂર કર્યો.
આ પેકેજ તેવે સમયે આપ્યું છે કે, ૭ ઓક્ટો. ૨૩ના દિવસે હમાસે કરેલા ઘાતક હુમલા પછી ઈઝરાયલે કરેલા પ્રચંડ વળતા પ્રહારો શરૂ કરી દીધા છે. ગાઝાપટ્ટીમાં તો ખાનાખરાબી થઈ ગઈ છે. ત્યાં લોકોને ખાવાના જ નહીં પીવાનાં પાણીની પણ તંગી પડી ગઈ છે. તે પછી અમેરિકાએ 'ફોરેન મિલિટરી ફાયનાન્સિંગ' નીચે ઈઝરાયલને હબ્બેસ લશ્કરી સહાય શરૂ કરી છે.
નિરીક્ષકોના મતે, અમેરિકા ગાઝાપટ્ટીમાંથી આરબો (હમાસ)ને નેસ્ત-નાબૂદ કરવા મથી રહ્યું છે.
આઇ-૨૦૦૦ બંકર બસ્ટર બોમ્બ છે અને ત ખડક અને કોંક્રિટની અંદર જઈને ફાટે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં બંકર બસ્ટર બોમ્બ ગાઝા જેવા વિસ્તારો માટે નહીં પરંતુ મિસાઇલ બેઝ, સુરંગોનું મોઢું અને છૂપાવવામાં આવેલા લોન્ચરો માટે હોય છે.
એમકે-૮૪ બોમ્બ અમેરિકાનો જૂનો અને લાંબા સમયથી ઉપયોગમાં લેવાતો બોમ્બ છે. તેનું વજન ૯૦૦થી ૯૪૫ કિલોગ્રામ છે. બીએલયુ-૧૧૭ બોમ્બ લગભગ એમકે-૮૪ જેવો જ છે. તેમા ફરક એ છે કે તેમા વધારે સલામત વિસ્ફોટક પીબીએક્સએન-૧૦૯ ભરાય છે. અમેરિકા ઇઝરાયેલના જાણે કોઈ બહુ મોટા યુદ્ધ માટે તૈયાર કરી રહ્યુ હોય તે રીતે શસ્ત્ર સહાય પૂરી પાડી રહ્યુ છે. અમેરિકાએ ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં ૬.૬૭ અબજ ડોલરના શસ્ત્ર વેચાણને મંજૂરી આપી દીધી હતી.




