વોશિંગ્ટન, 13 એપ્રિલ,2026,સોમવાર
ઇરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત નિષ્ફળ જવાથી ગલ્ફમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ મુદ્વે ફરી ભડકો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની નાકાબંધી કરવાનો આદેશ આપ્યો છે પરંતુ સૌથી મોટો ખતરો ઇરાન દ્વારા બિછાવવામાં આવેલી વિસ્ફોટક સુરંગોનો છે.સમુદ્રની નીચે ઇરાની સુરંગોને દૂર કરવા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા એ માઇન સ્વીપર ઉતારશે.૨૮ ફેબુ્રઆરીએ ઇરાન અને અમેરિકા -ઇઝરાયેલ જંગે ચડયા ત્યાર બાદ ઇરાને હોર્મુઝના જળક્ષેત્રમાંથી પસાર થતા ક્રુડના જહાજોને અટકાવી દીધા હતા. હવે અમેરિકા હોર્મુઝ પરથી ઇરાનનું નિયંત્રણ દૂર કરવા માટે એકશનમાં આવ્યું છે.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ ટ્રમ્પે ફોકસ ન્ચુઝની સન્ડે મોર્નિગ ફૂયચર્સ કાર્યક્રમમાં કહયું હતું કે અમેરિકા પાસે અતિ આધુનિક ટેકનીકવાળા માઇન સ્વીપર છે જે ઇરાનની સુરંગોને શોધીને લેશે. અમેરિકા પાસે આમ તો અતિ આધુનિક શ્રેષ્ઠ ટેકનીક છે પરંતુ પરંપરાગત માઇન સ્વીપરનો હોર્મુઝની ખાડીમાં ઉતારશે. બ્રિટન અને કેટલાક દેશો પણ માઇન સ્વીપર મોકલી રહયા છે ખૂબ ઓછા દેશો છે જે આ ટેકનીક ધરાવે છે. અમેરિકી કેન્દ્રીય કમાન (સેન્ટકોમ) દ્વારા હોર્મુઝ ખાલી કરાવવાનું અભિયાન શરુ થઇ ચુકયું છે. અમેરિકીના યુધ્ધ જહાજ યુધ્ધ શરુ થયા પછી પ્રથમવાર જળક્ષેત્રમાં ઉતરશે. માઇન સ્વીપર એક પ્રકારના હલનચલન કરતા ડ્રોન છે જે પાણીની નીચે સુરંગો શોધીને નાશ કરવા સક્ષમ છે.

ડ્રોનની સાથે નૌ સેનાના એમએચ ૬૦ એસ હેલીકોપ્ટર પણ છે
અમેરિકી નૌ સેના પાસે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરવા માટે કાબેલ પનડુબ્બી ચાલિત વિમાનન એકમો (યુવી) છે જેમાં જનરલ ડાયનેમિકસ દ્વારા વિકસિત ૧૭૦૦૦ પાઉન્ડના નાઇફરિશ ડ્રોન પણ છે. નાઇફફિશ યુયુવી અત્યંત જોખમી રીતે પાથરેલી સુરંગોને પકડી પાડે છે.સેંટકોમના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે કહયું હતું કે નૌ સેના પાસે મૉડ ૨ કિંગ ફિશ નામનું મિસાઇલ આકારનું એક ડ્રોન છે જે સોનારથી સજજ છે અને સમુદ્રના તળિયા સુધી બારિકાઇથી તપાસ કરે છે. પાણીની અંદર ચાલતા ડ્રોનની સાથે નૌ સેનાના એમએચ ૬૦ એસ હેલીકોપ્ટર પણ છે.
આ હેલીકોપ્ટર એયરબોર્ન લેજર માઇન ડિટેકશન સિસ્ટમ અને એરબોર્ન માઇન ન્યુટ્રલાઇઝેશન સિસ્ટમથી જડેલા છે. આ સિસ્ટમ હેલિકોપ્ટરોને મળી આવેલા વિસ્ફોટકોને તબાહ કરવા માટે નાના વોર હેડથી હુમલો કરવા કમાંડ આપે છે.યુદ્ધ શરુ થયા પછી હોર્મુઝ ૨૦૦૦ જેટલા જહાજો ફસાયેલા છે. દુનિયાના કુલ ક્રુડ તેલનો ૨૦ ટકા જથ્થાનો વેપાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી થાય છે. ખાસ કરીને ચીન અને ભારત જેવા દક્ષિણ એશિયાઇ દેશો માટે હોર્મુઝ કટોકટીનું નિવારણ આવે તે જરુરી છે.


