World

અમેરિકાએ ઉતાર્યા ચાર ઘાતક B-2 બૉમ્બર : ઈરાની હુમલામાં 3 અમેરિકન સૈનિકો, 8 ઈઝરાયલીઓના મોત

By GS TEAM
1 Mar 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલે ભેગા મળીને ઈરાન પર ભયાનક હુમલાઓ કર્યા બાદ હવે અમેરિકાએ પોતાના શક્તિશાળી હથિયાર ચાર બી-2 બૉમ્બરથી ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ બૉમ્બરથી 2000 પાઉન્ડના ડઝનથી વધુ પેનેટ્રેટર બોંબ ઈરાન પર ઝિંક્યા છે. પેનેટ્રેટર બોંબ એક વિશેષ પ્રકારના બંકર બસ્ટર હથિયાર છે, જે જમીનની અંદર ઊંડાઈમાં બનેલા મજબૂત બંકરો, પરમાણુ સુવિધાઓ અથવા કિલ્લા જેવા સ્થળોને નષ્ટ કરી નાખવા માટે ડિઝાઈન કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાએ ઉતાર્યા ચાર ઘાતક B-2 બૉમ્બર : ઈરાની હુમલામાં 3 અમેરિકન સૈનિકો, 8 ઈઝરાયલીઓના મોત

US B-2 Bomber Strikes Iran : અમેરિકા-ઈઝરાયલે ભેગા મળીને ઈરાન પર ભયાનક હુમલાઓ કર્યા બાદ હવે અમેરિકાએ પોતાના શક્તિશાળી હથિયાર ચાર બી-2 બૉમ્બરથી ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ બૉમ્બરથી 2000 પાઉન્ડના ડઝનથી વધુ પેનેટ્રેટર બોંબ ઈરાન પર ઝિંક્યા છે. પેનેટ્રેટર બોંબ એક વિશેષ પ્રકારના બંકર બસ્ટર હથિયાર છે, જે જમીનની અંદર ઊંડાઈમાં બનેલા મજબૂત બંકરો, પરમાણુ સુવિધાઓ અથવા કિલ્લા જેવા સ્થળોને નષ્ટ કરી નાખવા માટે ડિઝાઈન કરાઈ છે.

B-2 બૉમ્બરમાં 200 ફૂટ ઊંડે અંડરગ્રાઉન્ડને નષ્ટ કરવાની ક્ષમતા

મીડિયા રિપોર્ટ, અમેરિકા અને ઈઝરાયલે શનિવારથી ડ્રોન અને મિસાઈલોથી હુમલાઓ કર્યા બાદ આજે હવે B-2 બૉમ્બરનો ઉપયોગ કર્યો છે. અમેરિકાએ ઈરાનની અંડરગ્રાઉન્ડ સુવિધાઓને નષ્ટ કરવા માટે આ બોમ્બને ડિઝાઈન કર્યો છે. આ બી-2 બૉમ્બર દ્વારા ઈરાને અંડરગ્રાઉન્ટમાં રાખેલી બેલેસ્ટિક મિસાઈલોને નષ્ટ કરવામાં આવી છે. આ બોંબ એટલા શક્તિશાળી હોય છે કે, તે જમીનની નીચે 200 ફૂટ અથવા 60 મીટર અંદરની કોઈપણ વસ્તુનો ખુરદો બોલાવી દે છે.

બી-2 બોમ્બર અમેરિકાથી ઉડાન ભરીને સીધું જ ઈરાન પર ત્રાટક્યું

અમેરિકાએ આ મિશનને અંજામ આપવા માટે ભયાનક આયોજન કરવામાં આવ્યું છે. પ્લાન મુજબ બી-2 સ્પિરિટ બોમ્બર્સે અમેરિકાથી ઉડાન ભરીને સીધું જ ઈરાન પર ત્રાટક્યું છે. અમેરિકાના મિસૌરીમાં આવેલું વ્હાઈટમૈન એર ફોર્સ ઈરાનથી લગભગ 10,500-11,170 કિલોમીર દૂર છે, તેથી રિપોર્ટ આ જેટ અહીંથી જ ઊડાન ભરીને સીધું ઈરાન તરફ પહોંચ્યું હોવાની વિગતો સામે આવી છે.

આ પહેલા 2025માં અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, ત્યારે આ જ વિમાનો દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો ઈસ્પહાન, ફોર્ડો અને નતાંજ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અમેરિકાએ પરી આ બોમ્બર વિમાનોનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

આ પણ વાંચો : ઓમાનના સમુદ્રમાં ભારતીય ઓઈલ ટેન્કર પર હુમલો, 4 ઘાયલ, 15 ભારતીયો સહિત 20 લોકોનું રેસ્ક્યૂ

ઈરાની હુમલામાં ત્રણ અમેરિકનના મોત

આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે રવિવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, ઈરાન હુમાલમાં ત્રણ સૈનિકોના મોત અને પાંચ ગંભીર ઘાયલ થયા છે. જોક અમેરિકન સેનાએ મૃતક કે ઈજાગ્રસ્ત જવાનોની માહિતી આપી નથી.

ઈઝરાયલમાં 8 લોકોના મોત

બીજીતરફ ઈઝરાયલની મૈગન ડેવિડ એડોમ ઈમરજન્સીએ કહ્યું કે, ઈરાને રવિવારે ઈઝરાયલના બેત શેમેસમાં હુમલો કરતા આઠ લોકોના મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, ઈરાનની મિસાઈલ સીધી જ એક રહેણાંક બિલ્ડિંગ પર પડી હતી, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. બેત થેમેસ જેરુસલેમથી લગભગ 35 કિલોમીટર દૂર છે. ઈરાન દ્વારા ગોળીબારમાં અત્યાર સુધીમાં ઈઝરાયલમાં 9 લોકોના મોત થયા છે.

ઈરાને બદલો લેવાની કસમ ખાધી

અમેરિકા અને ઈઝરાયલે શનિવારે મોટાપાયે હુમલો કરતા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈ ઉપરાંત આર્મી ચીફ ઓફ સ્ટાફ, સંરક્ષણ મંત્રી, રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને ખામનેઈના ટોચના સુરક્ષા સલાહકાર પણ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. ખામેનેઈના મોત બાદ ઈરાને બદલો લેવાની કસમ ખાધી છે. પીટીઆઈના રિપોર્ટ મુજબસ, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે. ખામેનેઈના મોત બાદ ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેજેશકિયને કહ્યું કે, એક નવી લીડરશિપ કાઉન્સિલે પોતાનું કામ શરૂ કરી દીધું છે. જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, એક અથવા બે દિવસમાં નવા સુપ્રીમ લીડરની પસંદગી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, ઈરાન દુશ્મનો પર હુમલો કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી બાદ ધ્રુજી ઉઠ્યું ઈરાન! 'પાવર સેન્ટર' પર ઈઝરાયલનો હુમલો, અનેક બિલ્ડિંગો ધ્વસ્ત