ચીનને મોટો ઝટકો! અમેરિકાએ ઓસ્ટ્રેલિયા સાથે રેર અર્થ મિનરલ્સ સમજૂતી કરી, બદલામાં આપશે ખતરનાક હથિયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Australia rare earth minerals : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દુર્લભ પૃથ્વી મિનરલ્સ (ખનીજો) ના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેના બદલામાં અમેરિકા ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન આપશે. વ્હાઇટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચેની બેઠક દરમિયાન આ મહત્ત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો હતો. અલ્બેનીઝે જણાવ્યું હતું કે, 8.5 અબજ ડોલરનો આ કરાર બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જશે. તેમજ આ કરાર ચીનની પકડ ઢીલી કરશે, કારણ કે તે આધુનિક ટેકનોલોજી પ્રોડેક્ટસ માટે આ દુર્લભ પૃથ્વી મિનરલ્સની ખૂબ જ જરુર પડે છે.
ચીન પર લગામ કરવાની તૈયારી
આંકડા દર્શાવે છે કે, ઓસ્ટ્રેલિયા લિથિયમ, કોબાલ્ટ અને મેંગેનીઝના ઉત્પાદનમાં વિશ્વભરમાં પાંચમા ક્રમે છે. આ મિનરલ્સનો ઉપયોગ સેમિકન્ડક્ટરથી લઈને ડિફેન્સ હાર્ડવેર, ઇલેક્ટ્રિક કાર અને વિન્ડ ટર્બાઇન સુધીની દરેક બાબતમાં થાય છે. હાલમાં, લિથિયમ અને નિકલના શુદ્ધિકરણમાં મામલે ચીન પહેલા ક્રમે છે. આ દુર્લભ પૃથ્વી મિનરલ્સના પ્રક્રિયામાં કોઈ ચીનને પછાડી શક્યું નથી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે ઓસ્ટ્રેલિયા સાથેનો આ કરાર નોંધપાત્ર મહત્ત્વપૂર્ણ છે. આ મિનરલ્સનો ઉપયોગ મિસાઇલો અને સૌર પેનલમાં મોટા પાયે કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આગામી છ મહિનામાં આ ક્ષેત્રમાં સંયુક્ત રીતે 3 અરબનું રોકાણ કરી રહ્યા છે.
ખનિજ ખાણકામ મામલે ઓસ્ટ્રેલિયા અગ્રેસર છે, પરંતુ તે મોટી માત્રામાં પ્રક્રિયા કરી શકતું નથી, જેથી કરીને લિથિયમ જેવા ખનિજો ચીન મોકલવા પડે છે. કુલ લિથિયમ ઉત્પાદનનો આશરે 90% હિસ્સો ચીનમાં જાય છે, જ્યાં ચીન તેના પ્રોસેસિંગમાંથી નોંધપાત્ર નફો કમાય છે.








