Get The App

નેવલ બ્લોકેડને થાપ આપી આગળ વધતાં ઈરાની જહાજની અમેરિકાએ ધરપકડ કરી

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
નેવલ બ્લોકેડને થાપ આપી આગળ વધતાં ઈરાની જહાજની અમેરિકાએ ધરપકડ કરી 1 - image

- ઈરાને આ હુમલાને યુદ્ધ વિરામ શર્તનો ખુલ્લો ભંગ કરી

- ઈરાની જહાજ 'તૌઉસ્કા'ને ચેતવણી આપી હોવા છતાં આગળ વધતાં તેનાં એન્જિન રૂમમાં જ યુએસ નેવીએ ગોળીઓ છોડતાં તેને અટકી જવું પડયું

નવી દિલ્હી : અમેરિકાએ દાવો કર્યો છે કે એક ઈરાની જહાજે અમેરિકાના નૌકાદળને થાપ આપી આગળ વધતાં તેની ગલ્ફ-ઓફ-ઓમાનમાં ધરપકડ કરી છે. આ માહિતી પ્રમુખ ટ્રમ્પે તેઓના ટ્રુથ સોશ્યલ ઉપર આપી હતી.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેઇટસ ફરી બંધ કરી દેતાં તેના વળતાં પગલાંરૂપે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપરાંત ઈરાનનાં તમામ બંદરો પર ઘેરાબંધી લાદી દીધી છે.

પ્રમુખ ટ્રમ્પે તેમના પોસ્ટમાં આ માહિતી આપવા સાથે જણાવ્યું હતું કે 'આજે ઈરાનનો ધ્વજ ધરાવતાં તૌઉસ્કા નામક એક ઈરાની જહાજે અમેરિકી ઘેરાબંધીને થાપ આપી આગળ વધવા પ્રયાસ કર્યો ત્યારે પહેલાં તેને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ તે ચેતવણીને અવગણી તે જહાજ આગળ વધતાં તેના એન્જિન રૂમમાં જ ગોળીબાર કરાતાં એન્જિન બંધ કરી તે જહાજ સ્થિર થઈ ગયું હતું.' અત્યારે તે અમેરિકાની કસ્ટડીમાં છે.

અમેરિકાના આ હુમલાને પણ 'હઝરત-ખાઝ-અલ-અન્વીયા' સ્થિત ઈરાનનાં લશ્કરી મુખ્ય મથકે સ્વીકૃતિ આપી હતી.

આ સાથે ઈરાને જણાવ્યું હતું કે, 'આ તો દરિયાઈ ચાંચીયાગીરી જ છે. તે ત્રાસવાદી દેશે (અમેરિકા) ગલ્ફ ઓફ ઓમાનમાં તેના મરીન્સ મોકલી અમારા જહાજની ધરપકડ કરી છે. પરંતુ અમે તેનો વળતો કટ્ટર જવાબ આપીશું'

ઉલ્લેખનીય છે કે આજતી (સોમવારથી) ઈસ્લામાબાદમાં શરૂ થનારા ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણાના બીજા દોરમાં હાજર રહેવાની ઈરાને સ્પષ્ટ ના કહી છે તેનું કારણ દર્શાવતાં ઈરાને કહ્યું હતું કે અમેરિકાએ તેનાં આ કૃત્ય દ્વારા યુદ્ધ વિરામનો સર-એ-આમ ભંગ કર્યો છે. આ સાથે ઇરાને તેને ખુલ્લી ચાંચીયાગીરી કરી હતી.